HomeGujaratSurat Police Once Again : સુરત પોલીસે ફરી 59 લાખનું એમડી ડ્રગ...

Surat Police Once Again : સુરત પોલીસે ફરી 59 લાખનું એમડી ડ્રગ ઝડપી પાડ્યું : Indai News Gujarat

Date:

 

Surat Police Once Again : સુરત પોલીસે ફરી 59 લાખનું એમડી ડ્રગ ઝડપી પાડ્યું : Indai News Gujarat

Surat Police Once Again : દિવાળીમાં માંગ વધુ હોય કમાણી કરવાની લાલચે ડ્રગ લઈને આવ્યા,
ડ્રગ મંગાવનાર આરોપીની ઓળખ મળી ગઈ છે પોલીસને

મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી કરી સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા ચાર ઈસમોને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે સુરત પોલીસે દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે,,, પકડાયેલા આરોપી દિવાળી સમયે માગ વધુ હોવાને લઇને કમાણી કરવા માટે લાવમાં આવતા 590 ગ્રામ ડ્રગ્સ 59 લાખ મુદ્દામાલ સાથે ઝડપાયા છે,,,,

Surat Police Once Again : મુંબઈથી ડ્રગ લઈને આવેલા 4 જેટલા આરોપીને ઝડપી લીધા

હાલમાં દિવાળી હોવાને લઇને ડ્રગ્સ ની માગપણ સુરત માં ખૂબ વધી છે તેવામાં મોટા ભાગના ડ્રગ્સનો વેપાર કરતા આરોપી જેલમાં હોવાને સાથે ડ્રગ્સનો ભાવ વધી જતાં કમાણી વધુ હોવાને લઇને સુરતનાં સાત લોકો એ ચાર જેટલા ઈસમોને ડ્રગ લેવા મુંબઈ ખાતે મોકલ્યા હતા અને આ ઈસમો ડ્રગ્સ લઇને સુરત આવતા સુરત SOG પોલીસે બાતમીના આધારે ચાર લોકોને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા હતા જોકે પોલીસે ડ્રગ્સ અને ગાડી મળી 66 લાખનો મુદામાલ કબજે કર્યો છે,,, સુરત પોલીસે શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 200 જેટલા આરોપી જેલ હવાલે કર્યા છે ત્યારે શહેર ડ્રગ્સ અછત હોવા સાથે તેની માંગ વધી છે તેવામાં ડ્રગ્સનાં ભાવ માં ઓન ધરખમ વધારો થયો છે સાથે વધુ માંગ ને લઇને ભાવ વધારે મળતો હોવા સાથે કમાણી પણ વધુ હોવાથી સુરતથી ચાર જેટલા યુવાનો મુંબઈ ખાતે ડ્રગ્સ લઇને સુરત આવી રહ્યા છે આ પ્રકારની બાતમી સુરત SOG પોલીસ ને મળી હતી માટે આ આરોપીને ઝડપી પાડવા વોચ રાખીને સુરત સચિન પોલીસ સ્ટેશન ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા,, આ પકડાયે આરોપી અઝહરૂદ્દીન ઉર્ફે કેલા હસનોદ્દીન શેખ,,, મો.રીજવાન ઉર્ફે સ્માર્ટી મો.અલી શેખ,,, મો.તોહિદ મો.આરીફ શેખ,,, ઈમરોજ ઈદ્રીશ શેખ ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા સુરત ખાતે થી સાત જેટલા લોકો દ્વારા આ ડ્રગ્સ મગાવી સુરત માં વેચાણ કરવા ના હતા જોકે પોલીસ તમામ આરોપીની ઓળખ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે જોકે પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 590 ગ્રામ ડ્રગ્સ કબજે કરી હતી જેની કિંમત 59 લાખ છે જોકે ગાડી મોબાઈલ મળી પોલીસે 66 લાખનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સ મુંબઈ ખાતે થી કોને મોકલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

SHARE

Related stories

Latest stories