Gujarat Election to be announce
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Gujarat Election to be announce: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે એવા અહેવાલો સાંપડી રહ્યા છે. અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય ચૂંટણી પંચ આગામી 27 કે 28મી ઓક્ટોબરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરશે. India News Gujarat
ગુજરાતની સાથે MCDની પણ થશે ચૂંટણીની જાહેરાત
Gujarat Election to be announce: સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અંગે રાહ જોવાઈ રહી હતી તેનો આ જાહેરાત સાથે અંત આવશે. સૂત્રોએ ઉમેર્યું કે, ગુજરાત વિધાનસભાની સાથે સાથે ચૂંટણી પંચ દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીઓની પણ જાહેરાત કરશે. કેમ કે, દિલ્હી મહાનગરપાલિકાની મુદત પણ પૂર્ણ થઈ રહી છે અને તેની પણ ચૂંટણી યોજાવાની છે. આમ ગુજરાતની સાથે સાથે દિલ્હી MCDની ચૂંટણી યોજાશે. India News Gujarat
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી
Gujarat Election to be announce: સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પહેલો તબક્કો નવેમ્બરના અંતમાં યોજાશે અને બીજા તબક્કાનું મતદાન ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જ્યારે દિલ્હી MCDની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. આ બન્ને ચૂંટણીના પરિણામો હિમાચલ પ્રદેશની સાથે એટલે કે 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. India News Gujarat
ચૂંટણીને લઈને ભાજપની મોટી રણનીતિ
Gujarat Election to be announce: અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં દિલ્હી MCDના એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એ બાબતના સંકેત આપ્યા હતા કે, દિલ્હી MCD ટૂંક સમયમાં જાહેર થશે. આ સંકેત આપવા પાછળ ભાજપની એવી રણનીતિ હતી કે, દિલ્હી MCDની ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી બન્ને માટે પ્રતિષ્ઠાની છે. ત્યારે જો દિલ્હીની ચૂંટણી ગુજરાતની સાથે યોજાય તો આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી ઊભી થઈ જાય કેમ કે તે ગૃહરાજ્ય પર ફોકસ કરે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર જ્યાં તે તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સંજોગોમાં આમ આદમી પાર્ટી બન્ને તરફ ફોકસ ન કરી શકે અને તેને બન્ને ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડે. India News Gujarat
Gujarat Election to be announce:
આ પણ વાંચોઃ New Ranniti for Election: અમિત શાહની નવી રણનીતિમાં ફસાશે કેજરીવાલ આણિ કંપની– India News Gujarat
આ પણ વાંચોઃ PM in Kargil: દિવાળીનો ખરો અર્થ આતંકના અંતની ઉજવણી છે – India News Gujarat