Highest Interest on Savings Account:સૌથી વધુ વ્યાજ ક્યાં મળે છે, જુઓ 4 મોટી બેંકોની યાદી-India News Gujarat
- Highest Interest on Savings Account: HDFC બેંકે 6 એપ્રિલ, 2022 થી બચત ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
- આ બેંક રૂપિયા 50 લાખથી ઓછી ડિપોઝીટ પર 3% વ્યાજ આપી રહી છે.
- 50 લાખ કે તેથી વધુની થાપણો પર 3.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
- વધતી જતી મોંઘવારીની વચ્ચે એ જોવું જરૂરી છે કે બેંક ખાતા પર કેટલું વ્યાજ મળી રહ્યું છે.
- બચત ખાતા પર મળતું વ્યાજ પણ એક પ્રકારની કમાણી છે. પરંતુ મોંઘવારી વધી હોવાથી સેવિંગ્સ એકાઉન્ટ પરના વ્યાજદરમાં ઘટાડો થયો છે.
- આ કારણે બચત પરની કમાણી નેગેટિવ થઈ ગઈ છે. જોકે, હાલમાં જ કેટલીક બેંકોએ દરમાં વધારો કર્યો છે.
- HDFC બેંકે 6 એપ્રિલ, 2022 થી બચત ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
- આ બેંક રૂપિયા 50 લાખથી ઓછી ડિપોઝીટ પર 3% વ્યાજ આપી રહી છે. 50 લાખ કે તેથી વધુની થાપણો પર 3.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
- એચડીએફસી બેંક દરરોજ ખાતામાં રાખેલી રકમ પર વ્યાજની ગણતરી કરે છે.
ICICI બેંકે બચત ખાતાના વ્યાજ દરોમાં પણ ફેરફાર કર્યો છે.
- ખાતામાં જમા થતા દરરોજના બેલેન્સના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવે છે.
- આ બેંક અનુસાર, જો દિવસના અંતે ખાતામાં 50 લાખ રૂપિયા બેલેન્સ હશે તો તેના પર 3% વ્યાજ આપવામાં આવશે.
- 50 લાખથી વધુની જમા રકમ પર 3.50 ટકા વ્યાજ મળશે
પંજાબ નેશનલ બેંકે પણ બચત ખાતાના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે
- અન્ય બેંકોની જેમ પંજાબ નેશનલ બેંકે પણ બચત ખાતાના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે.
- PNB રૂ. 10 લાખથી ઓછી ડિપોઝીટ પર ગ્રાહકોને 2.7% વ્યાજ ચૂકવી રહી છે.
- 10 લાખથી વધુની થાપણો પર 2.75 ટકા વ્યાજ આપવામાં આવે છે.
- PNBના નવા દરો 4 એપ્રિલ, 2022થી લાગુ થશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બચત ખાતા પર વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે
- થોડા દિવસો પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બચત ખાતા પર વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે.
- આ સુધારો 10 કરોડથી વધુની થાપણો માટે કરવામાં આવ્યો છે.
- બચત ખાતામાં 10 કરોડ રૂપિયા કે તેથી વધુ રકમ જમા હોય તો સ્ટેટ બેંક 3% વ્યાજ આપે છે.
- 10 કરોડથી ઓછી રકમ પર 2.7% વ્યાજ મળી રહ્યું છે.
આ પણ વાંચી શકો:
FD Interest Rates : પંજાબ નેશનલ બેંકે FDના વ્યાજ દરમાં વધારો કર્યો
આ પણ વાંચી શકો:
EPF Interest: કેન્દ્ર સરકારે આપ્યો મોટો ઝટકો, EPF વ્યાજ દરમાં ઘટાડો, ચાર દાયકામાં સૌથી નીચો