Election Commission Of India Review Meeting : ચુંટણીપંચ દ્વારા ચુંટણીની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ :India News Gujarat
- Election Commission Of India Review Meeting આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજરોજ સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાઓની ચુંટણીની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આજરોજ સુરત સરકીટ હાઉસ ખાતે આવેલા કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરશ્રી હિરદેશ કુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી, ડાયરેક્ટર (એકસપેન્ડીચર) શ્રી પંકજ શ્રીવાસ્તવ, અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી કુલદીપ આર્ય, ગાંધીનગરએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંગે થયેલી તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાંઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધિત જિલ્લાઓના કલેકટરશ્રીઓ અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી.
Election Commission Of India Review Meeting:કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરશ્રી હિરદેશ કુમારના અધ્યક્ષસ્થાને છ જિલ્લાઓની ચૂંટણી સબંધી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
- Election Commission Of India Review Meeting : આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરશ્રી હીરદેશકુમારે મતદાન જાગૃતિ, સ્ટાફ મેનેજમેન્ટ, લોજિસ્ટીક મેનેજમેન્ટ, મોક પોલ નિદર્શન, સ્ટાફ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, ડેમોસ્ટ્રેશન પર માર્ગદર્શન આપી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન થાય તે માટે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા ઈનોવેશન મતદાનમથકો ઉભા કરવા અંગે જરૂરી સુચનો કર્યા હતા. વધુમાં તેમણે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકે વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૧૦મી ઓકટોમ્બરની તારીખ સ્થિતિએ ૪૭,૩૯,૨૦૧ મતદારો નોંધાયા છે. તે પૈકી દિવ્યાંગ મતદારો ૨૩૮૫૯ તથા ૪૬૨૩ મતદાન મથકો છે. સુરત જિલ્લામાં વિશેષ અભિયાનના ભાગરૂપે ૧૧૨ મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા મતદાન મથકો, ૧૬ વિધાનસભા દીઠ એક- એક દિવ્યાંગ મતદાન મથકો તથા એક-એક મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના વિધાનસભા વિસ્તારો વિષે હાલની સ્થિતિએ જોઈએ તો, સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૪૭,૩૯,૨૦૧ મતદારો તથા ૪૬૨૩ પોલિગ સ્ટેશનો, ૨૩૮૫૯ દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી વધુ વયના ૬૨૦૩૭ વયોવૃધ્ધ મતદારો નોંધાયેલા છે. નવસારી જિલ્લામાં ચાર વિધાનસભા વિસ્તારમાં ૧૦૭૮૨૬૦ મતદારો તથા ૧૧૪૭ પોલીંગ સ્ટેશન, ૧૧૧૧૩ દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી વધુ વયના ૨૩૮૬૨ મતદારો, વલસાડ જિલ્લાની ૫ વિધાનસભા વિસ્તારમાં ૧૩૨૬૫૯૨ મતદારો તથા ૧૩૯૨ પોલિંગ સ્ટેશન, ૯૬૨૩ દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી વધુ વયના ૨૭૧૦૬ મતદારો નોંધાયેલા છે.
દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓની ૩૦ વિધાનસભાઓમાં ૮૩,૦૦,૫૩૫ મતદારો, ૮૭૨૬ મતદાન મથકો, ૫૨૬૬૭ દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી વધુ વયના ૧૩૧૪૦૯ મતદારો નોંધાયેલા છે…
- નર્મદા જિલ્લામાં બે વિધાનસભા વિસ્તારમાં ૪૫૭૭૦૩ મતદારો તથા ૬૨૪ પોલીંગ સ્ટેશન, ૪૦૮૪ દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી વધુ વયના ૭૩૬૧ મતદારો જયારે તાપી જિલ્લામાં બે વિધાનસભા વિસ્તારમાં ૫૦૫૪૮૧ મતદારો તથા ૬૦૫ પોલીંગ સ્ટેશન, ૨૮૩૦ દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી વધુ વયના ૯૪૦૭ મતદારો છે. ડાંગની એક વિધાનસભા વિસ્તારમાં ૧૯૩૨૯૮ મતદારો તથા ૩૩૫ પોલીંગ સ્ટેશનો, ૧૧૫૮ દિવ્યાંગ મતદારો તેમજ ૮૦ વર્ષથી વધુ વયના ૧૬૩૬ મતદારો નોંધાયેલા છે. આમ છ જિલ્લાઓની ૩૦ વિધાનસભા વિસ્તારમાં ૮૩૦૦૫૩૫ મતદારો ૮૭૨૬ પોલીંગ સ્ટેશન, ૫૨૬૬૭ દિવ્યાંગ મતદારો તેમજ ૮૦ વર્ષથી વધુ વયના ૧૩૧૪૦૯ મતદારો નોંધાયેલા છે.
આ બેઠકમાં શહેરના પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને વલસાડ જિલ્લાઓના જિલ્લા ચુંટણી અધિકારીઓ, પોલીસ અધિક્ષકશ્રીઓ, સુરત જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કમલેશભાઈ રાઠોડ, નાયબ ચુંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ
Counting of votes started – હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં મતગણતરી શરૂ, ચૂંટણી પંચે આપ્યા નિર્દેશ
આ પણ વાંચોઃ
Delhi Weekend Curfew: દિલ્હીમાં વીક એન્ડ કર્ફ્યુ