દિવાળીનો મહાપર્વ શા માટે ઉજવાય છે જેની ત્રણ પૌરાણિક કથાઓ.
Three Mythological Stories of Diwali Festival: કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાં આ પ્રકાશપર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. બધા જ તહેવારોમાં દિવાળીનો તહેવાર જ માત્ર એક એવો જે એક દિવસનો નહીં પરંતુ પાંચ દિવસનો તહેવાર ઉજવામાં આવે છે. જે ધનતેરસથી શરૂ થઈ ભાઈબીજ સુધી આ પર્વ ઉજવાય છે.
દિવાળી પર દિવા પ્રજ્વલિત કરી , ફટાકડા ફોડવા ઉપરાંત લક્ષ્મીજીનુ પૂજન પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે ? તેનું શું મહત્વ શુ છે? અને તેની સાથે જોડાયેલી કથા શું છે ?
નથી જાણતા તો આજે જાણી લો દિવાળી સાથે જોડાયેલી કથાઓ.
- ભગવાન રામ જ્યારે રાવણને મારી અને અયોધ્યા નગરી પરત ફર્યા હતા.ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીપ પ્રજ્વલિત કર્યા હતા. તે દિવસથી આજ સુધી આ પરંપરા ઘર ઘરમાં ચાલી રહી છે. કારતક માસની અમાસની રાત્રે દીપ પ્રાગટ્ય કરી ઘોર અંધકારને દૂર કરવામાં આવે છે.
2. આ કથામાં દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાંથી બ્રહ્માંડમાં અવતરીત થઈ હતી. ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે આ દિવસે દિવાળી ઉજવાય છે અને લક્ષ્મીનુ પૂજન થાય છે.
3. દિવાળીના એક દિવસ અગાઉ નરકચતુર્દશી ઉજવાય છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર એક પાપી રાજા હતા. તેણે પોતાની શક્તિથી દેવતાઓ પર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો. તેણે સોળ હજાર કન્યાઓને બંધી બનાવી હતી. નરકચતુર્દશીના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી. ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી દિવાળી તરીકે કરવામાં આવે છે.
આ પણ વાંચો: Dhanteras : મા લક્ષ્મીને મળેલા શ્રાપને કારણે શરૂ થયો હતો ધનતેરસનો તહેવાર – India News Gujarat
By: Urvashi Vyas, Banaskantha