HomeSpiritual19th October, Human Pride Day: ૧૯ ઓકટોબર એટલે મનુષ્ય ગૌરવદિન -India News...

19th October, Human Pride Day: ૧૯ ઓકટોબર એટલે મનુષ્ય ગૌરવદિન -India News Gujarat

Date:

 

૧૯ ઓકટોબર એટલે મનુષ્ય ગૌરવદિન

Human Pride Day : મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન, જે દર વર્ષે [૧૯મી ઓક્ટોબર]ના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે “માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે”. આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન.

પાંડુરંગ શાસ્ત્રીએ તો મનુષ્યમાત્રમાં આત્મગૌરવની ભાવના નિર્માણ કરી

પાંડુરંગ શાસ્ત્રીએ તો મનુષ્યમાત્રમાં આત્મગૌરવની ભાવના નિર્માણ કરી છે. આજની તથાકથિત પ્રચલિત ભક્તિના બદલે- God fearing- પ્રભુભીતિના બદલે God loving mentality પ્રભુપ્રીતિની ભાવના નિર્માણ કરી છે. Intellectual love towards God- પ્રભુ પ્રત્યે સમજણપૂર્વકનો, બુદ્ધિપૂર્વકનો ભાવ – પ્રેમ રાખવાની ભાવના લાખો હૈયામાં વહેતી મૂકી છે. સમાજમાંથી નિર્માણ થયેલી ભક્તિની શક્તિને તેમણે સમાજના ઉત્થાનમાં વાપરી છે.

त्वमेव माता च पिता त्वमेव।…

મારી પાસે કાંઈ ન હોય છતાં પણ મારી કિંમત છે , કારણ કે પ્રભુ મારી સાથે છે, મારામાં છે, તેનું મને ગૌરવ છે. તે મને સાચવે છે, સંભાળે છે. અરે એ સૃષ્ટિચાલકને મારી જરૂર છે. તેથી તો મને સવારે ઊઠાડે છે. હું તેને ઊઠાડવા બોલાવતો નથી છતાં તે મને ઊઠાડે શા માટે ? તેને મારી પાસેથી કામ લેવું છે માટે આવી સમજણ પાંડુરંગ શાસ્ત્રીએ લોકોમાં કેળવી છે. મા – બાપ, સંતાનનું કામ સંતાનના કહ્યા વગર કરે છે ને ? તેથી તો ભગવાનને મા – બાપ સમજવાના – त्वमेव माता च पिता त्वमेव।…

ગીતા કહે છે ‘ તું મારો અંશ છે. ‘ममैवांशो जीवलोके’ । ‘सर्वस्य चाहं हृदि संनिविष्टॊ’। ભગવાન પ્રત્યેકના હૃદયમાં વસ્યો છે. कर्तुं अकर्तुं अन्यथा कर्तुं समर्थः, એવો વિશ્વનો પાલનહાર, સર્જનહાર વિશ્વનો સમ્રાટ તારામાં વસ્યો છે. ‘ તું ક્ષુદ્ર , હલકો કેમ હોઈ શકે ? એ વિચાર પાંડુરંગ શાસ્ત્રીએ ગામે ગામ, ઘરે-ઘરે, ઝૂંપડી-ઝૂંપડીમાં ગૂંજતો કર્યો છે.

આપણે બધા એક જ પ્રભુના સંતાન છીએ

પાંડુરંગ શાસ્ત્રીએ બહુ સરળ રીતે સમજાવ્યું કે આપણે બધા એક જ પ્રભુના સંતાન છીએ. જે ભગવાને આપણું સર્જન કર્યું છે. તે જ ભગવાને અસ્પૃશ્યોનું ,ખારવા, કોળી, માછીમાર વગેરે સમગ્ર માનવજાતનું સર્જન કર્યું છે. આપણા સૌના લોહીના સંબંધી નથી . પણ લોહી બનાવનારનો તો સંબંધ છે. આપણે બધા જ ભાઈઓ છીએ. We are Divine Brothers-આપણો દૈવી ભ્રાતૃભાવ છે. તો પછી બીજો આપણાથી આધો કેમ રહે ? તે અસ્પૃશ્ય કેમ ગણાય ? ભગવાને પોતે ગીતામાં કહ્યું છે ‘ હું પ્રત્યેકના હૃદયમાં વસ્યો છું ‘ અને ભગવાન જેના હૃદયમાં વસ્યો હોય તેને ક્ષુદ્ર, હલકો, અસ્પૃશ્ય ગણવો એ તો સ્વયં ભગવાનનું અપમાન છે.’

સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે. આ દિવસોમાં ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે જેને મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો :  Soud Sleep : જો તમને ઉંઘ નથી આવતી તો ધ્યાન રાખો, આ ઉપાયો અપનાવો – India News Gujarat

આ પણ વાંચો : Corona update : દિવાળી પર કોરોનાનો પડછાયો છવાઈ ગયો? – INDIA NEWS GUJARAT

By: NIRAV PRAJAPATI, ARVALLI

SHARE

Related stories

Latest stories