HomeIndiaNew CJI: જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ દેશના બન્યા 50મા CJI – India...

New CJI: જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ દેશના બન્યા 50મા CJI – India News Gujarat

Date:

New CJI

ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: New CJI: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના 50મા સીજેઆઈ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​તેમને આ પદ પર નિયુક્ત કર્યા છે. જસ્ટિસ ચંદ્રચુડ 9 નવેમ્બરથી પોતાનો કાર્યભાર સંભાળશે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. India News Gujarat

બે વર્ષનો રહેશે કાર્યકાળ

New CJI: ઉલ્લેખનીય છે કે ભારતના આઉટગોઇંગ ચીફ જસ્ટિસ યુયુ લલિતે મંગળવારે કેન્દ્રને તેમના અનુગામી તરીકે ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કરી હતી. સરકારે 7 ઓક્ટોબરે CJIને પત્ર મોકલીને તેમના અનુગામીના નામની ભલામણ કરવા જણાવ્યું હતું. જસ્ટિસ ચંદ્રચુડનો કાર્યકાળ બે વર્ષનો હશે અને તેઓ 10 નવેમ્બર, 2024ના રોજ નિવૃત્ત થશે. India News Gujarat

પિતા પણ રહી ચૂક્યા છે CJI

New CJI: સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયાને સંચાલિત કરતી મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર અનુસાર, આઉટગોઇંગ CJIએ કાયદા મંત્રાલય તરફથી પત્ર મળ્યા બાદ તેમના અનુગામીના નામની ભલામણ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જસ્ટિસ ચંદ્રચુડના પિતા વાયપી ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના 16મા ચીફ જસ્ટિસ હતા. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું છે. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે. India News Gujarat

New CJI:

આ પણ વાંચોઃ UN Secretary General: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આવશે ભારત – India News Gujarat

આ પણ વાંચોઃ Congress Ranniti: હો હલ્લા ઓછો પણ ગુજરાતમાં ચૂપ નથી બેઠી કોંગ્રેસ – India News Gujarat

SHARE

Related stories

Latest stories