HomeBusinessGujarat Election: AIMIMએ વધુ બે બેઠકના ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો કોણ...

Gujarat Election: AIMIMએ વધુ બે બેઠકના ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો કોણ લડશે ક્યાંથી ચૂંટણી-India News Gujarat

Date:

Gujarat Election: AIMIMએ વધુ બે બેઠકના ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો કોણ લડશે ક્યાંથી ચૂંટણી-India News Gujarat

  • Gujarat Election: તમામ રાજકીય પક્ષો વિધાનસભાનો (Gujarat Assembly Election) જંગ જીતવા ભારે મહેનત કરી રહ્યા છે.
  • તો બીજી તરફ આ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીના કામોમાં પણ લાગેલા છે.
  • જો કે કેટલાક રાજકીય પક્ષે તેમના ઉમેદવારોની કેટલીક યાદી જાહેર કરી છે.
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ખૂબ જ નજીકમાં છે.
  • તમામ રાજકીય પક્ષો વિધાનસભાનો જંગ જીતવા ભારે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ આ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીના કામોમાં પણ લાગેલા છે.
  • જો કે કેટલાક રાજકીય પક્ષે તેમના ઉમેદવારોની કેટલીક યાદી જાહેર કરી છે. તો કેટલાક પક્ષ હજુ પણ ઉમેદવાર પસંદગીના કામમાં જોતરાયેલા છે.
  • તો ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ની વાત કરીએ તો તેણે સુરત (Surat) અને અમદાવાદ (Ahmedabad) મળી કુલ પાંચ બેઠક માટે નામો જાહેર કર્યા છે.

વધુ બે નામોની કરાઇ જાહેરાત

  • 16 ઓક્ટોબરના રોજ અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
  • અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી પાર્ટીએ અત્યાર સુધીમાં પાંચ સીટો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે.
  • ઓવૈસીએ રવિવારે અમદાવાદના બાપુનગરથી શાહનવાઝ ખાન પઠાણ અને સુરતના લિંબાયતમાંથી અબ્દુલ બશીર શેખને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
  • અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતુ કે AIMIM ગુજરાતના લોકોને મજબૂત અને સ્વતંત્ર રાજકીય અવાજ આપશે.

આ પહેલા ત્રણ બેઠકના નામ જાહેર કરાયા હતા

  • મહત્વનું છે કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ આ પહેલા પણ ત્રણ બેઠક પર નામ જાહેર કરેલા છે.
  • AIMIM પાર્ટીએ તેના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાને અમદાવાદના જમાલપુર-ખાડિયાથી, દલિત ચહેરા કૌશિકા પરમારને દાણીલીમડા (અનામત) બેઠક પરથી અને વસીમ કુરેશીને સુરત-પૂર્વથી મેદાનમાં ઉતાર્યા છે.

દિલ્હીમાં 19થી 21 ઓક્ટોબર સ્ક્રીનિંગ કમિટીની બેઠક

  • બીજી તરફ ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસની દિલ્હીમાં બેઠક મળશે.
  • 19થી 21 ઓક્ટોબર સ્ક્રીનિંગ કમિટીની દિલ્લીમાં બેઠક મળવાની છે. બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્લી જશે.
  • સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે.

આમ આદમી પાર્ટીએ 41 નામ જાહેર કર્યા

  • તો આમ આદમી પાર્ટીના (AAP) વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામની પાંચમી યાદી પણ જાહેર કરવામાં આવી છે.
  • સુરત, અમદાવાદ, (Ahmedabad) ભૂજ, ઇડર, ટંકારા સહિતની કેટલીક બેઠક માટેના નામ જાહેર કરવામાં આવ્યા છે.
  • આમઆદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 41 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
  • આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી હતી.

ભાજપ દ્વારા બેઠકોનો દોર

  • તો ભાજપ દ્વારા પણ ઉમેદવાર પસંદગીની કામગીરી ચાલી રહી છે. જે માટે એક પછી એક બેઠક મળી રહી છે.
  • એક દિવસ પહેલા જ દિલ્લીમાં PM (PM Narendra modi) આવાસ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી.
  • જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, (AMit shah) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
  • સાડા ત્રણ કલાક વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચી શકો :

Elections 2022 : ઘર બેઠા મોબાઇલમાં જ જુઓ દરેક ઉમેદવારની ‘કુંડળી’, મળશે તમામ માહિતી

આ પણ વાંચી શકો :

Future of AAP in Gujarat Election:  શું ગુજરાતમાં આપની સાવરણી કરી શકશે ભાજપના સૂપડાં સાફ?

SHARE

Related stories

Latest stories