HomeGujaratPass Convener Alpesh Kathiriya - પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવાની અટકળો

Pass Convener Alpesh Kathiriya – પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવાની અટકળો

Date:

Pass Convener Alpesh Kathiriya – પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવાની અટકળો

 

  • પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપ માં જોડાય તેવી લોક ચર્ચા એ જોર પકડયું છે,,,
  • સુરત ખાતે આવેલા અલ્પેશ કથીરિયા ને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે
  • એમણે પણ આવાજ સંકેતો આપ્યા છે અને બે મુદ્દા નું નિરાકરણ આવી જાય તો રાજકારણમાં આવવાની તૈયારી બતાવી છે..

 

Pass Convener Alpesh Kathiriya- 

બે શરતો પૂરી થાય તો રાજકારણમાં જોડાવાની તૈયારી બતાવી

  • સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પાટીદારો ને રીઝવવા અલ્પેશ ને ભાજપમાં લેવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે
  • ત્યારે અલ્પેશ ભાજપ માં જોડાવવા ની ચર્ચા મુદ્દે અલ્પેશ કથીરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે
  • પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચે અને શહીદ થયેલા પરિવાર જનો ને નોકરી મળે તો રાજકારણમાં આવવામાં એમને કોઈ વાંધો નથી,,
  • જો ભાજપ આ બને મુદ્દા નો ઉકેલ કરી નાખે તો રાજકારણ માં જવા અંગે વિચારશું અને સતા પક્ષ કે વિપક્ષ આ બને માંથી કોઈ પણ બે મુદ્દા નો હલ લાવશે તો તેમની સાથે જવા અંગે વિચારશું આ જોતાં અલ્પેશ કથીરિયા એ ભાજપ ને સીધી ટકોર કરીને ભાજપામાં જોડાવા માટે પોતાની ઈચ્છા જણાવી દીધી છે..
  • જોકે અલ્પેશ કથીરયા વિપક્ષ ને પણ ટકોર કરી બે મુદ્દા નો હલ લાવવા માંગ કરી છે એ જોતાં હવે આ તકનો કોણ લાભ ઉઠાવી શકે છે એ જોવું રહ્યું..

પાટીદાર આંદોલનનાં કેસો પાછા લેવા કરી માંગ સાથે શહીદ પાટીદારનાં પરિવારમાં નોકરી ની પણ માંગ

 

  • જોકે આ મામલે અલ્પેશ કથીરીયા સ્પષ્ટતા કરી હતી કે પેહલા પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવામાં આવે અને શાહિદ પરિવારને ન્યાય મળે ત્યારબાદ વિચાર કરવામાં આવશે
  • સુરત શહેરમાં પાટીદાર આંદોલન સમયે બનેલ પાસ સમિતિમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ પાસના મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરીયા ભાજપમાં જોડાઈ તેવી ચર્ચાઓ ઉઠવા પામી હતી
  • જોકે આ મામલે અલ્પેશને પૂછતાં તેમને જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચે અને શહીદ થયેલા પરિવાર જનો ને નોકરી મળે એવી વાત કરીને રાજકારણ માં જોડાવા અંગે ની અટકળો પર સંકેતો આપ્યા છે..
  • જો ભાજપ આ બે મુદ્દા નો ઉકેલ લાવે તો રાજકારણ માં જોડાવા અંગે વિચાર કરવામાં આવશે વધુમાં અલ્પેશે જણાવ્યું હતું કે સતા પક્ષ કે વિપક્ષ આ બને માંથી કોઈ પણ બે મુદ્દા નો હલ લાવશે તો તેમની સાથે જવા અંગે વિચારશું

તમે આ વાંચી શકો છો:

Surat police took the entire luxury bus with 54 passengers : દમણથી દારૂ પી ને આવતી સાત મહીલા સહિત 54 ઝડપાયા 

તમે આ વાંચી શકો છો:

Former UP CM Mulayam Singh Yadav passes away: મુલાયમ સિંહ યાદવ નથી રહ્યા, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

 

 

 

SHARE

Related stories

Latest stories