HomeGujaratAfter 75 Years Get Bus facility - આઝાદીના 75 વર્ષ પછી પહેલી...

After 75 Years Get Bus facility – આઝાદીના 75 વર્ષ પછી પહેલી વાર ગામ માં બસ આવી: India News Gujarat

Date:

After 75 Years Get Bus facility – આઝાદીના 75 વર્ષ પછી પહેલી વાર ગામ માં બસ આવી: India News Gujarat

  • After 75 Years Get Bus facility: વરઘોડા તો તમે અનેક જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય બસનો વરઘોડો જોયો છે
  • તો આજે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ સાંડકુવા અને બોરકુવા ગામ ખાતે એક બસ નો વરઘોડો નિહાળો,,
  • આ વરઘોડો કાઢવાનું કારણ એ હતું કે આ ગામમાં આઝાદીના ૭૫ વર્ષ બાદ બસની સુવિધા મળી છે ..
  • આ બસને ગ્રામ વાસીઓએ દુલ્હનની જેમ શણગારી હતી અને આખા ગામમાં ફેરવી હતી.

અંતરિયાળ ગામ હોવાથી અત્યાર સુધી પ્રાથમિક સુવિધાથી વંચિત ગામ 

  • આપણે રસ્તા ઘણા વરઘોડા જતા જોતા હોઈએ છીએ, એ વર વધુ નો હોય કે પછી કોઈ કથા ને લઈને શોભાયાત્રા નીકળતી હોય છે,
  • પરંતુ આપણે આજ સુધી ક્યારેય બસનો વરઘોડો નીકળતા જોયો નથી. એક એવા અંતરિયાળ આદિવાસી ગામ માટે અવરજવર માટે બસ નું કેટલું મહત્વ હોય છે
  • તે આ વરઘોડા ઉપરથી ખબર પડે છે. મોટા સાતશીલા, મયાલી, કાળાઘાટ ગામ, સંડકુવા અને બોરકુવા આ તમામ ગામો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી ગામો છે
  •  જ્યાં આઝાદીના ૭૫ વર્ષ સુધી અવર-જવર કરવા માટે કોઈપણ સાધન ઉપલબ્ધ ન હતું. આટલે સુધી કે અહીંના ગામના લોકોને બસની પણ સુવિધા મળી ન હતી.
  • જોકે આટલી રજૂઆતો કર્યા બાદ હવે સરપંચ અને સરકારના પ્રયત્નોથી આ ગામમાં આઝાદીના ૭૫ વર્ષ બાદ બસની સુવિધા મળી છે. બસની સુવિધા મળવાના કારણે ગામજનો એટલા ખુશ હતા કે તેમણે આખી બસને દુલ્હનની જેમ શણગાર કરીને કળશ શોભાયાત્રા સાથે ડી.જે સાથે ગામ લોકોએ આ બસનો વરઘોડો કાઢયો હતો અને સમગ્ર ગામમાં ફેરવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

આઝાદીનાં 75 વર્ષ સુધી પ્રાથમિક સુવિધાઓ થી વંચિત

  • આઝાદીનાં 75 વર્ષ સુધી પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રહે તે દરેક રાજકિય પક્ષો માટે શર્મનાક વાત કહેવાય..
  • આદિવાસી સમાજને એક હરોળ માં લાવવાની વાતો દરેક રાજકીય પક્ષો કરેછે પણ હજી સુધી કોઈએ પણ એ તરફ કોઈ મજબૂત કોસિસ કરી નથી એ સાબિત થાય છે..
  • નેતાઓ જ્યારે ચુંટણી આવે ત્યારે આદિવાસીઓ નાં વોટ લેવા માટે અનેક વચનો આપે છે પણ પછી જ્યારે ચૂંટાઈ આવ્યા પછી આદિવાસી સમાજને માનવ નાં હોય એવીરીતે સમજે છે જે માનસિકતા ને કારણે આદિવાસી સમાજ કોંગ્રેસની વોટ બઁક કહેવાતો એ અત્યારે હવે અનેક વોટ બઁક માં વહેચાઈ ગયો છે..
  • આઝાદી પછી કેટલાયે વર્ષો સુધી કોંગ્રેસે આખા દેશ માં અને રાજ્ય માં શાસન કર્યું પણ આદિવાસી સમાજના ઉત્થાન માટે નાં પ્રયત્નો જેરીતે થવા જૉઇએ એ રીતે નથી કર્યા અને આદિવાસીઓ ને માત્ર વોટબઁક સમજીને એનો ઉપયોગ કરીને પોતાની સત્તાની ભૂખ સંતોષી હતી ત્યારે જેકામો કોંગ્રેસ શાસન માં નથી થયા એવા બધા કામો ધીરે ધીરે પૂરા કરીને આદિવાસી વોટ બઁક કોંગ્રેસ પાસે થી છીનવી લીધી છે
  • ત્યારે આજે અંતરિયાળ કહી સકાય એવા સોનગઢ તાલુકાનાં ગામો જે વર્ષોથી રોડ રસ્તા સહિત ની પ્રાથમિક સુવિધાઓ થી વંચિત હતું ત્યાં સુવિધાઓ પુરીપાડવા ની કોસિસ કરી રહ્યા છે અને આજે એમાં બસ સુવિધાઓ નો પણ ઉમેરો થતાં ગ્રામજનો આ અવસરની ખુશી કઈ આવીરીતે મનાવી રહ્યા છે..

આ પણ વાંચો : 

Congressને પરિવારવાદમાંથી આઝાદી નહીં મળે

આ પણ વાંચો : 

Who started the freedom struggle before Gandhiji? આઝાદીની લડત ગાંધીજી પહેલા કોણે શરુ કરી હતી ?

SHARE

Related stories

Latest stories