iPhone:ના સ્પેયર પાર્ટસ ચીનના બદલે બનશે ગુજરાતમાં, આ શહેરની કંપનીને મળી જવાબદારી-India News Gujarat
- iPhone:આજ આઈફોનને (iPhone) લઈને એક મોટા સમાચારા સામે આવી રહ્યા છે.
- એપલના મોબાઈલમાં ઉપયોગમાં લેવાતા સ્પેયર પાર્ટસ હમણા સુધી ચીનમાં બનતા હતા
- જે હવે ગુજરાતમાં બનશે એવી સંભાવના છે.
- મોબાઈલ ફોન વાપરતા દરેક વ્યક્તિના મનમાં એક ઈચ્છા હોય છે કે જીવનમાં એક વાર તે એપલ કંપનીનો આઈફોન વાપરી શકે.
- કેટલાક લોકો વર્ષોથી પૈસા બચાવી પોતાના મનની આ ઈચ્છા પૂરી કરતા હોય.
- યુવા પેઢીમાં આઈફોન મોબાઈલને લઈને ભારે કેઝ જોવા મળે છે. આઈફોનના ફીચરને કારણે આઈફોનના દરેક વર્ઝનની કિંમત લાખ રુપિયાની ઉપર હોય છે.
- તેમ છતા લોકો આ મોબાઈલ ખરીદવા લાખો રુપિયા ખર્ચી નાખતા હોય છે.
- આજ આઈફોનને (iPhone) લઈને એક મોટા સમાચારા સામે આવી રહ્યા છે.
આઈફોનનો ઉપયોગ આપણ સમાજમાં માન-સન્માન આપે છે તેવી લોકોમાં માન્યતા છે
- એપલના મોબાઈલમાં ઉપયોગમાં લેવાતા સ્પેયર પાર્ટસ હમણા સુધી ચીનમાં બનતા હતા, જે હવે ગુજરાતમાં બનશે એવી સંભાવના છે.
- હાલમાં આઈફોન 14, આઈફોન 14 પ્રો જેવા આઈફોનના નવા મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યા હતા.
- દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈફોનના મોબાઈલનું ભારે માત્રામાં વેચાણ થઈ રહ્યુ છે.
- આઈફોનનો ઉપયોગ આપણ સમાજમાં માન-સન્માન આપે છે તેવી લોકોમાં માન્યતા છે.
- કેટલાક લોકો તેના માટે પોતાની એક કીડની પણ વેંચી દેતા હોય છે.
- મળતી માહિતી અનુસાર એપલ મોબાઈલમાં ઉપયોગમાં લેવાતા સ્પેયર પાર્ટસ હવે ચીનને બદલે સુરતમાં બનશે.
આઈફોનના સ્પેયર પાર્ટસ સુરતમાં બને તેવી સંભાવના
- સુરત શહેર ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ અને સુંદર શહેર છે.
- આ શહેર વિશ્વના સૌથી ઝડપી વિકસી રહેલા શહેરમાંથી એક છે. તેને કારણે સુરત વૈશ્વિક રોકાણકારોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યુ છે.
- સુરત શહેર ટેક્સટાઈલ, હીરા, એન્જિ. અને ખાવા-પીવાની વસ્તુ માટે જાણીતુ છે, પણ ભવિષ્યમાં આ શહેર બીજા એક મોટા કામ માટે પણ જાણીતુ બનશે.
- મળતી માહિતી અનુસાર સુરતની એક ખ્યાતનામ કંપની હવે એપલના મોબાઈલના સ્પેયર પાર્ટસ બનાવશે.
- એપલ કંપનીએ સુરતની આ કંપની સાથે લગભગ 1000 કરોડ રુપિયાના એમઓયુ સાઈન કર્યા છે.
- તેથી એવી સંભાવના છે કે ભવિષ્યમાં સ્માર્ટ સીટી સુરતમાં આઈફોનના સ્પેયર પાર્ટસ બનશે, જેનો ઉપયોગ આખા વિશ્વમાં થશે.
વિકલ્પમાં સુરતની એક એન્જિનિયરિંગ કંપની સાથે આ કારાર કરામાં આવ્યો છે
- જોકે કંપની દ્વારા આ અંગે કોઈ જાહેરાત થઈ નથી. અને સુરતની એ કંપનીની માહિતી પણ હજુ સુધી જાણવા મળી નથી. વાત એમ છે કે
- એપલ માટે આઈફોનના સ્પેયર પાર્ટસ બનાવતી કંપની સાથે કોન્ટ્રાક્ટ પૂરો થયો છે.
- તેથી તેના વિકલ્પમાં સુરતની એક એન્જિનિયરિંગ કંપની સાથે આ કારાર કરામાં આવ્યો છે.
- તેના માટે ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યુ હતુ.
આપ આ પણ વાંચી શકો છોઃ
આપ આ પણ વાંચી શકો છોઃ
79,900 રૂપિયાનો iPhone 13 ખરીદો 37,900 રૂપિયામાં, જાણો શું છે ડીલ