World Girl Child Day : સુરતમાં બાળકી જન્મ દર ઘણો ઓછો ચિંતા નો વિષય : India News Gujarat
- World Girl Child Day: સુરતમાં બાળકીઑ નો જન્મ દર આખા ગુજરાત માં સૌથી ઓછો છે
- અને આખા દેશમાં સૌથી ઓછા દર માં ચોથા સ્થાને સુરત છે
- ત્યારે અભિયાશ ની દ્રષ્ટી એ સુરત સમગ્ર રાજ્યમાં પ્રથમ છે
- છતાં પણ આજે પુત્ર અને પુત્રી વચ્ચે નો જન્મ દર માં ઘણો તફાવત મોટી ચિંતાનો વિષય છે
- આજે વલ્ડ ગર્લ ચાઇલ્ડ ડે છે આ સમયે સુરતનાં જાણીતા મહિલા અગ્રણી ગીતાબેન શ્રોફ જેમણે આ વિષય પર ઘણી લાંબી કાનૂની લડાઈ લડી રહ્યા છે
- ત્યારે એમની કોસિસો વિષે અને ગર્લ ચાઇલ્ડ વિષે એમની સાથે ખાસ વાતચીત કરીછે અમારા પ્રતિનિધિએ અને હાલની પરિસ્થિતિ વિષે જાણવાની કોસિસ કરીછે
અનેક હોસ્પિટલોમાં આજેપણ ગર્ભ પરીક્ષણ થાય છે
- હાલના તબક્કે જ્યારે બાળકીનાં જન્મોની સંખ્યા સુરતમાં ચિંતાજનક રીતે રાજ્યભરમાં સૌથી ઓછી છે
- ત્યારે અમારા અનેક પ્રયાસો પછી જાણવા મળેછે કે અનેક જાણીતી હોસ્પિટલોમાં સુરત અને સુરત બહારથી ગર્ભપરીક્ષણ માટે પેસન્ટ આવે છે અને ગર્લ ચાઇલ્ડ હોય તો ખૂબ આસાનીથી ગર્ભપાત પણ થઈ જાય છે,,
- એટલુંજ નહીં અહીની હોસ્પિટલો અન્ય વિસ્તારની હોસ્પિટલોને પેસન્ટ મોકલવા માટે અનેક પ્રકારની લોભ-લાલચ પણ આપે છે અને કમિશન પેટે ખૂબ મોટી રકમ ચૂકવાતી હોય છે,,,
- આજે જ્યારે સાઇન્સ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે અનેક નવા નવા આવિષ્કારો થઈ રહ્યા છે જે માનવ જાતિ માટે આશીર્વાદ રૂપ હોય છે પણ કેટલાક આવિષ્કારો અભિશાપ પણ બની જતાં હોય છે જેમાનો એક છે ગર્ભપ્રરિક્ષણ ટેકનિક ખુબજ સરળતા થી જ્યારે ગર્ભમાં રહેલ ભ્રૂણ બાળકી છે કે બાળક એ જાણી સકાય છે
- ત્યારે આજેપણ દીકરી અને દીકરાં માં ફર્ક રાખતા રૂઢીચુસ્ત પરિવારો આ ટેકનિક નો ગેરફાયદો ઉઠાવી ને લાલચી ડોકટરો પાસે બાળકીનાં ગર્ભને માં નાં પેટમાં જ મારી નાખે છે,,
- આજે ખુબજ દુખ થાય છે કે અનેક બાબતો માં સુરત નંબર વન છે ત્યારે ગર્ભપાંત જેવા વિષય માં પણ સુરતે આ સ્થાન જાળવી રાખ્યું છે,,
- અભ્યાસ નાં મામલા માં પણ સુરત 88% સાથે ગુજરાત માં પહેલા સ્થાને છે ત્યારે સૌથી વધુ ભણેલા-ગણેલા લોકો હોવા છતાં પણ આ સ્થિતિ શર્મજનક હોય સુરતીઓ માટે હવે વિચારવું પડે એમ છે
ગીતાબેન શ્રોફ ઘણા લાંબા સમય થી લડી રહ્યા છે કાનૂની લડાઈ
- ગીતાબેન શ્રોફ આમામલે ઘણા લાંબા સમય થી હાઇકોર્ટ માં પીઆઈએલ દાખલ કરીને લડાઈ લડી રહ્યા છે,,
- સુપ્રિમકોર્ટ દ્વારા આ મામલે ખુબજ સ્પસ્ટ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે
- જેમાં સ્પસ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ હોસ્પિટલ ગર્ભપાત કે ગર્ભ પરીક્ષણ જેવા ગુના કરતાં પકડાય ત્યારે કઈ પ્રકાર ની કાર્યવાહી કરવાની હોય છે અને કેટલા સમય માં આ કેસો નો ચુકાદો આપવો સાથેજ કોની કોની કઈ જવાબદારી ફિક્ષ થાય અને ગુનેગાર ડૉક્ટર તેમજ હોસ્પિટલ વિરુદ્ધ કઈ પ્રકારે કાયદાનું પાલન કરવાનું રહેશે,,
- ખૂબ કડક કાર્યવાહી ની જોગવાય હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કાયદા નું પાલન કારવાતું નથી અને યેનકેન પ્રકારે જવાબદારોને છટકી જવાનો મોકો આપવામાં આવે છે જેને કારણે આજે પણ આવા અધમ કૃત્ય કરનારા લાલચી અને આપરાધિક માનશિકતા ધરાવતા ડોકટરો બેફામ અને ખુલ્લેઆમ ગોરખ ધંધો ચલાવી રહ્યા છે,
- શિક્ષા અને સવાસ્થ સેવા આપનારા શિક્ષકો અને ડોકટરોને ભગવાન નો દરજ્જો આપવામાં આવે છે ત્યારે ડોકટરો જ રૂપિયાની લાલચમાં પોતાના વ્યવસાય સાથે સિદ્ધાંત અને નિયમો ને નેવે મૂકી ને કામ કરતાં હોય તો પછી એને લગામ ખેચવી જરૂરી થઈ જાય છે..