HomeBusinessRBI Launch :બેંક અને NBFC સાથે નહીં થાય કોઇ છેડછાડ, RBI નું...

RBI Launch :બેંક અને NBFC સાથે નહીં થાય કોઇ છેડછાડ, RBI નું ‘દક્ષ’ રાખશે ચાંપતી નજર-India News Gujarat

Date:

RBI Launch:બેંક અને NBFC સાથે નહીં થાય કોઇ છેડછાડ, RBI નું ‘દક્ષ’ રાખશે ચાંપતી નજર-India News Gujarat

  • RBI Launch:આ સિસ્ટમની મદદથી, આરબીઆઈ બેંકો અને NBFC જેવી સંસ્થાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે
  • જ્યારે આ સિસ્ટમ સાયબર છેતરપિંડીઓને રોકવામાં પણ મદદ કરશે.
  • બેંક અને એનબીએફસી( NBFC)ની સિસ્ટમમાં થતી ગેરરીતિઓ અને સાયબર ફ્રોડ વગેરેને રોકવા માટે RBI એ એક નવી સિસ્ટમ શરૂ કરી છે.
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે એડવાન્સ ઓબ્ઝર્વેશનલ મોનિટરિંગ સિસ્ટમ ‘દક્ષ’ લોન્ચ કરી છે.
  • નવી સિસ્ટમની મદદથી કેન્દ્રીય બેંકની મોનિટરિંગ પ્રક્રિયા વધુ મજબુત બને તેવી આશા છે.
  • આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે મોનિટરિંગ પ્રવૃત્તિઓને મજબૂત કરવા માટે તે ઘણા પગલાં લઈ રહી છે અને દક્ષ આમાં એક નવી કડી છે.

દક્ષ સિસ્ટમ શું છે

  • રિઝર્વ બેંકે માહિતી આપી છે કે દક્ષ એ વેબ-આધારિત એન્ડ-ટુ-એન્ડ વર્કફ્લો એપ્લિકેશન છે જેના દ્વારા આરબીઆઈ બેંક અને એનબીએફસી જેવી સંસ્થાઓ પર વધુ સારી રીતે મોનિટર કરી શકશે.
  • એક નિવેદનમાં, રિઝર્વ બેંકે કહ્યું છે કે તે વધુ અસરકારક અને સ્વચાલિત કાર્ય પ્રક્રિયાને લાગુ કરવા માટે નવા ડેટા અને નવી તકનીકોના ઉપયોગ પર ભાર આપી રહી છે અને દક્ષ એ આ દિશાનું જ એક સ્ટેપ છે.
  • આરબીઆઈની આ સુપરટેક એપ્લિકેશન એક જ પ્લેટફોર્મ દ્વારા કોમ્યુનિકેશન, મોનિટરિંગ પ્લાનિંગ અને એક્ઝિક્યુશન, સાયબર ઘટનાના રિપોર્ટિંગ અને વિશ્લેષણને સક્ષમ કરશે જે ગમે ત્યાં અને કોઈપણ સમયે સુરક્ષિત ઍક્સેસને સક્ષમ કરે છે.
  • રિઝર્વ બેંકે કહ્યું કે આ મોનિટરિંગ સિસ્ટમ તેના નામ પ્રમાણે કાર્યક્ષમ અને અસરકારક રીતે કામ કરશે.

નવી મોનિટરિંગ સિસ્ટમ શા માટે શરૂ કરવામાં આવી?

  • રિઝર્વ બેન્ક તેની મોનિટરિંગ સિસ્ટમને તમામ પ્રકારની ભૂલોથી મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
  • જેથી બેંકો અને NBFC તેમની કામગીરી વધારે સારી અને પારદર્શક બને.
  • આ સિસ્ટમ સાયબર ફ્રોડ સામે રક્ષણ આપવામાં પણ મદદ કરશે. આનાથી ઓનલાઈન બિઝનેસના વધતા ચલણ વચ્ચે બેંકિંગ વધુ સુરક્ષિત બનશે.

તમે આ પણ વાંચી શકો છો-

RBI Repo Rate: રેપો રેટમાં વધારાની અસર, બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો

તમે આ પણ વાંચી શકો છો-

RBI New Rules:ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઉપયોગના બદલાયા નિયમો, 1 ઓક્ટોબરથી લાગુ થશે

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories