સરદાર પટેલના 147 માં જન્મ જયંતી નિમિતે 147 ગામડાઓમાં 8 ફૂટના સરદાર પટેલના સ્ટેચ્યુ.
Statue Of Sardar Patel: વિધાનસભા ચૂંટણી આવી રહી હોય ત્યારે સરદાર પટેલના નામથી ભાજપ કોંગ્રેસ મત માંગતી હોય છે. ત્યારે ચૂંટણી અગાઉ જ બાબરા તાલુકાના ચમારડી ગામે ભામાશા ગણાતા ગોપાલભાઈ વસ્ત્રપરા દ્વારા સરદાર પટેલના 147 માં જન્મ જયંતી નિમિતે 147 ગામડાઓમાં 8 ફૂટના સરદાર પટેલના સ્ટેચ્યુ અર્પણ કરી રહ્યા છે. India News Gujarat
ગામડે ગામડે સરદાર પટેલના સ્ટેચ્યુ.
સુરત સ્થિત ઉધોગપતિ ગોપાલ વસ્ત્રપરાનું માદરે વતન ચમારડી ખાતે સરદાર પટેલના 8 ફૂટના નવા બનાવેલા અનેક સ્ટેચ્યુ હાલ પડ્યા છે. જે લાઠી બાબરા પંથકના ગામડાઓમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની આન બાન અને શાન જળવાઈ રહે, અને આવનારી નવી પેઢીને ભારત દેશને એક કરવામાં જે સરદર વલ્લભભાઈ પટેલના યોગદાન ની ગાથાઓ અંગે સમજણ રહે. તેવું હેતુને ખરા અર્થમાં સાર્થક કરવા સરદાર પટેલ ના આવનારા 147 માં જન્મદિન નિમિતે 147 ગામડાઓમા સરદાર પટેલના સ્ટેચ્યુ એકી સાથે અનાવરણ થઈ શકે, તેવું આયોજન સરદારના ચાહક ગોપાલ વસ્ત્રપરા દ્વારા કરવામાં આવેલ છે. હાલ ચમારડી ખાતેથી સરદાર પટેલના સ્ટેચ્યુ ગામડેથી સરપંચો લેવા આવી રહ્યા છે. પોતાના ગામડાની શોભા સરદાર પટેલના સ્ટેચ્યુ રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ગામડે ગામડે સરદાર પટેલના સ્ટેચ્યુ મુકવાની કાર્યવાહી હાલ થઈ રહી છે.
ગામડાઓમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની આન બાન અને શાન.
સરદાર પટેલ કોઈ જ્ઞાતિ જાતિ નહિ પણ સમગ્ર વિશ્વભરમાં આગવી ઓળખ ઉભી કરેલું વ્યક્તિત્વ હોય ને 147 ગામડાઓમાં સરદાર પટેલના સ્ટેચ્યુ મુકવાના ધ્યેયથી ગોપાલ વસ્ત્રપરા દ્વારા સ્વખર્ચે વિધાનસભાની ચૂંટણી અગાઈ લાઇમ લાઇટમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. પોતાના 58 વર્ષ પૂર્ણ થતાં પહેલાં 58 સરદાર પટેલના સ્ટેચ્યુ ગામે ગામ મુકવાના નિર્ણય બાદ સરદાર પટેલની 147 મી જન્મજયંતિ પ્રસંગે 147 સ્ટેચ્યુ અનાવરણ કરીને ઇતિહાસ રચવા જઇ રહેલા ગોપાલ વસ્ત્રપરા આગામી લાઠી બાબરા વિધાનસભાની ચૂંટણીમાં જંપલાવે તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે.