દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ત્રણ મેચની T20
IND vs SA, દક્ષિણ આફ્રિકા હાલ ભારતના પ્રવાસે છે. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ત્રણ મેચની T20 રમાઈ રહી છે. આ શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. રોહિત શર્મા આ સીરીઝ માટે ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે નહીં.
પ્રથમ વનડે 6 ઓક્ટોબરે રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝ માટે ટીમની કેપ્ટનશીપની જવાબદારી રોહિત શર્માને બદલે શિખર ધવનને આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ODI સિરીઝની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમાશે. ટી-20 વર્લ્ડ કપ રમી રહેલા ખેલાડીઓને વનડે રમનારી ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જેના કારણે આ સિરીઝમાં ઘણા યુવા ચહેરા રમતા જોવા મળશે.
આ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે
દક્ષિણ આફ્રિકા સામે 6 ઓક્ટોબરથી શરૂ થનારી દ્વિપક્ષીય શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી શિખર ધવન સંભાળશે. શ્રેયસ અય્યર ટીમનો વાઇસ કેપ્ટન રહેશે. તમને જણાવી દઈએ કે અય્યર અત્યારે T20 સિરીઝનો ભાગ નથી. અય્યર ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનની પણ ટીમમાં વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમનો ભાગ બની શક્યા નથી. આ સિવાય સંજુ સેમસનને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટમેન), સંજુ સેમસન (વીકેટ), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર.
આ પણ વાંચો : IND vs SA – આજે દ્વિપક્ષીય શ્રેણીની નિર્ણાયક મેચ, જાણો પ્લેઈંગ-11થી લઈને હવામાન – INDIA NEWS GUJARAT
આ પણ વાંચો : Indian Cricket Team : T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે સમયસર લય પકડી લીધીઃ રાજકુમાર શર્મા – India News Gujarat