HomeBusinessPurple Tomato:હવે માર્કેટમાં વેચાશે Purple Tomato, જાણો તેના ફાયદા-India News Gujarat

Purple Tomato:હવે માર્કેટમાં વેચાશે Purple Tomato, જાણો તેના ફાયદા-India News Gujarat

Date:

Purple Tomato:હવે માર્કેટમાં વેચાશે Purple Tomato, જાણો તેના ફાયદા-India News Gujarat

  • Purple Tomato  : સામાન્ય રીતે ટામેટા લાલ હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આવનારા સમયમાં પર્પલ રંગના ટામેટા આવશે.
  • આ ટામેટા સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ખુબ જ ઉપયોગી છે.
  • પરિવર્તન એ દુનિયાનો નિયમ છે. સમયે સમયે લોકોની જીવનશૈલીમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ફેરફાર થતો રહ્યો છે.
  • લોકોના જીવનને વધારે સરળ અને સુવિધા યુક્ત બનાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સતત નવી નવી શોધ થતી રહે છે.
  • ઘણા ફળ અને શાકભાજી આપણા શરીર માટે એટલા ફાયદાકારક હોય છે, કે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
  • સામાન્ય રીતે ટામેટા લાલ હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આવનારા સમયમાં પર્પલ રંગના ટામેટા આવશે. તેના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
  • આ પર્પલ ટામેટા (Purple Tomato) સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ખુબ જ ફાયદાકારક છે.
  • મળતી માહિતી અનુસાર, અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા હાલમાં પર્પલ રંગના ટામેટા વેચવાની અનુમતિ આપી છે.
  • લગભગ આવતા વર્ષથી અમેરિકાના શાકભાજી માર્કેટમાં તે વેચાવા લાગશે.
  • વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ટામેટા સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરશે. તેનાથી ગંભીર બિમારીઓ સામે લડવામાં પણ શક્તિ મળશે.

ફાયદાકારક છે પર્પલ ટામેટા

  • આ પર્પલ ટામેટા, સામાન્ય લાલ ટામેટા જેવા જ છે. તે સ્વાદ અને ગંધમાં ટામેટા જેવા જ છે.
  • બસ તેનો રંગ અલગ છે. તે લાલ ટામેટા કરતા વધારે ફાયદાકારક અને પૌષ્ટિક છે. આ ટામેટા જેનેટિકલી મોડિફાઈડ ટામેટા છે.
  • વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ટામેટામાં સામાન્ય ટામેટા કરતા વધારે એન્ટીઓક્સીડેન્ટસ છે.
  • જે કેન્સર સામે લડવાની ક્ષમતા વધારે છે. તે શરીરમાં દુખાવા અને સોજાને પણ ઓછું કરવામાં મદદ કરે છે.
  • આ ટામેટા ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં મદદ કરશે.

આ વૈજ્ઞાનિકે બનાવ્યા પર્પલ ટામેટા

  • કૈથી માર્ટિન નામના વૈજ્ઞાનિક વર્ષ 2004થી આવા ટામેટા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
  • ઈંગ્લેડના જોન ઈન્સ સેન્ટરમાં કૈથી માર્ટિન અને તેમના બીજા સાથી એવા ટામેટા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેમાં એન્થોસાયનિનની માત્રા વધારે હોય.
  • આ એન્થોસાયનિન ઉચ્ચ પ્રકારનો એન્ટીઓક્સીડેન્ટ છે.
  • આ એન્ટીઓક્સીડેન્ટ શરીર માટે ફાયદા કારક હોય છે. તે સામાન્ય રીતે બ્લૂબેરી અને બ્લેકબેરીમાં જોવા મળે છે
  • કૈથી અને તેમની ટીમ દ્વારા સ્નેપડ્રેગન ફૂલના બે જીન્સ ટામેટામાં ઉમેરયા. જેનાથી આ ટામેટામાં એન્થોસાયનિ આવ્યા.
  • આ ટામેટા ખેતી દ્વારા ઉગાડી શકાશે. સામાન્ય ટામેટા 3-4 દિવસમાં ખરાબ થઈ જાય છે, પણ આ પર્પલ ટામેટા 6-8 દિવસ સુધી સારા જ રહેશે.
  • વર્ષોની મહેનત પછી આ ટામેટાની શોધ થઈ છે. આવતા વર્ષે તે માર્કેટમાં વેચાવા લાગશે.

તમે આ પણ વાંચી શકો છો-

SHARE

Related stories

Latest stories