HomeBusinessPepperfry IPO: વધુ એક કંપનીએ શેરબજારમાં લિસ્ટ થવાની પ્રક્રિયા શરૂ કરી, જાણો...

Pepperfry IPO: વધુ એક કંપનીએ શેરબજારમાં લિસ્ટ થવાની પ્રક્રિયા શરૂ કરી, જાણો શું છે યોજના-India News Gujarat

Date:

Pepperfry IPO: વધુ એક કંપનીએ શેરબજારમાં લિસ્ટ થવાની પ્રક્રિયા શરૂ કરી, જાણો શું છે યોજના-India News Gujarat

  • Pepperfry IPO: શરૂઆતમાં IPO દ્વારા રૂ. 2,000-2400 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખતી હતી.
  • કંપનીએ IPO લાવવા માટે JP મોર્ગન અને ICICI બેંકને ઇન્વેસ્ટમેન્ટ બેંક તરીકે નિયુક્ત કર્યા છે.
  • જ્યારે પેપરફ્રાઈએ 2020માં મૂડી એકત્ર કરી ત્યારે કંપનીનું મૂલ્યાંકન 500 મિલિયન ડોલર એટલે કે રૂ. 4,000 કરોડ અંદાજવામાં આવ્યું હતું.
  • mnichannel ફર્નિચર કંપની પેપરફ્રાય (Pepperfry) સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની તૈયારીમાં છે.
  • કંપની ટૂંક સમયમાં સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી (Securities and Exchange Board of India) પાસે આઈપીઓ (Initial Public Offering) માટે ડ્રાફ્ટ પેપર ફાઈલ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે કંપની ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે સેબીમાં DRHP ફાઇલ કરી શકે છે.

IPO લાવવા માટે JP મોર્ગન અને ICICI બેંકને ઇન્વેસ્ટમેન્ટ બેંક તરીકે નિયુક્ત કર્યા

  • Goldman Sachs સમર્થિત સ્ટાર્ટઅપ કંપની પેપરફ્રાય આ વર્ષની શરૂઆતમાં IPO લાવવાની યોજના બનાવી રહી હતી પરંતુ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરાબ થતાં કંપનીએ IPO લાવવાની યોજના હાલ પડતી મૂકી હતી.
  • Pepperfry શરૂઆતમાં IPO દ્વારા રૂ. 2,000-2400 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખતી હતી.
  • કંપનીએ IPO લાવવા માટે JP મોર્ગન અને ICICI બેંકને ઇન્વેસ્ટમેન્ટ બેંક તરીકે નિયુક્ત કર્યા છે.
  • જ્યારે પેપરફ્રાઈએ 2020માં મૂડી એકત્ર કરી ત્યારે કંપનીનું મૂલ્યાંકન 500 મિલિયન ડોલર એટલે કે રૂ. 4,000 કરોડ અંદાજવામાં આવ્યું હતું.
  • Pepperfry એ ઓનલાઈન ફર્નિચર સેગમેન્ટમાં એક અનુભવી નામ છે.

આવકમાં 10 ટકાનો ઘટાડો થયો હતો

  • 2021-22માં કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 247 કરોડ હતી. 2020-21માં કોવિડ રોગચાળાને કારણે કંપનીની આવકમાં 10 ટકાનો ઘટાડો થયો હતો.
  • કંપની ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વેચાતા ફર્નિચરમાંથી કમિશન મેળવે છે.
  • જોકે, Pepperfry એવા સમયે IPO લાવવાની યોજના બનાવી રહી છે જ્યારે ટેક-આધારિત કંપનીઓના IPOએ સ્ટોક એક્સચેન્જમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. તેથી જે કંપનીઓ IPO લાવવાનું વિચારી રહી હતી તે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી છે.

SBIના સૌથી મોટા બિઝનેસ કોરસપોન્ડન્ટ Save Solutions IPO લાવશે

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના સૌથી મોટા બિઝનેસ કોરસપોન્ડન્ટ પાર્ટનર સેવ સોલ્યુશન્સ(Save Solutions) તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
  • કંપનીના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025 સુધીમાં IPO લાવવાની યોજના છે. “અમે FY2025માં અમારો IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
  • જો કે, નિર્ણય તે સમયે બજારના સેન્ટિમેન્ટ પર આધારિત હશે” સેવ સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અજીત કુમાર સિંઘે શુક્રવારે 16 સપ્ટેમ્બરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
  • ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ દેશભરમાં કુલ 285 રજિસ્ટર્ડ કોર્પોરેટ છે.
  • આ સિવાય સેવ સોલ્યુશન્સ એક ફંડિંગ રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે જેમાં તે સંસ્થાકીય રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરશે આ સેવ સોલ્યુશનનો ત્રીજો ફંડિંગ રાઉન્ડ હશે.
  • SBI ઉપરાંત સેવ સોલ્યુશન્સ બેંક ઓફ ઈન્ડિયા (BOI), બેંક ઓફ બરોડા (BoB) અને પંજાબ નેશનલ બેંક (PNB)ના બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ તરીકે પણ કામ કરે છે અને દરરોજ લગભગ 4 લાખ ગ્રાહકોને સેવા આપે છે.

તમે આ વાંચી શકો છો-

Go Digit IPO : યુનિકોર્ન ઇન્સ્યોરન્સ કંપની કંપની રૂપિયા 5000 કરોડનો IPO લાવશે

તમે આ વાંચી શકો છો-

Syrma SGS IPO : રોકાણકારો માટે આવી કમાણીની તક, ઇશ્યુના પર્ફોમન્સ અંગે શું છે નિષ્ણાતનો અભિપ્રાય?

SHARE

Related stories

Latest stories