શ્રી શ્રી રવિશંકર મહારાજ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના ના દર્શને
Sri Sri Ravishankar Maharaj At Pavagadh Mahakali : વાસદ આશ્રમ ખાતે પધારેલા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજ અચાનક પંચમહાલ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના ના દર્શને પધારી રહ્યા હોવાની જાણ તેઓના સાધકોને થતા જ બપોર સુધીમાં પાવાગઢ માચી ના પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા, અનેક સાધકો ચાતક નજરે ગુરુદેવ ની રાહ જોઈ મહાકાળી મંદિરે નેસી રહ્યા હતા. સાંજે સવા પાંચ કલાકે તેઓ પાવાગઢ મંદિર માં પ્રવેશ્યા હતા. ભક્તો એ ઢોલ નગળા સાથે તેઓ નું સામૈયું કરી સ્વાગત કર્યું હતું. India News Gujarat
માલવાહક રોપવે માં પાવાગઢ મંદિરે પહોંચ્યા
આર્ટ ઓફ લિવિંગ આશ્રમ વાસદ પધારેલા અંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજ વાસદ થી પાવાગઢ પધાર્યા હતા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હેલિકોપ્ટર મારફતે તેઓ સાંજે પાવાગઢ તળેટી ના સેવક ફાર્મ ખાતે ના હેલિપેડ ઉતર્યા હતા જ્યાં થી કેટલાક સાધકોએ તેઓ નું સન્માન કર્યું હતું, અને કાર મારફતે માચી સુધી પહોંચ્યા હતા, જ્યાં થી માલવાહક રોપ વે માં પાવાગઢ મંદિરે પહોંચ્યા હતા, રોપ વે માંથી ઉતરતા જ ઢોલ નગારા ના તાલે ભક્તો એ ગુરુજી નું સ્વાગત કર્યું હતું, અને ચાલતા મંદિર પરિસરમાં આવ્યા હતા જ્યાં ભક્તો ની ભારે ભીડ એકત્ર થઈ જતા પોલીસ દ્વારા કોર્ડન કરી મંદિર ના ગર્ભગૃહ સુધી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સામૈયું લઈ આવેલા કેટલાક નજીક ના સાધકો સાથે બેસી માતાજી ની પૂજા કરી હતી.
શ્રી શ્રી રવિશંકર મહારાજ માનવ કલ્યાણ માટે 160 જેટલા દેશો માં કામ કરી રહ્યા છે
સાંજે વાસદ આશ્રમ ખાતે તેઓના સત્સંગ નો કાર્યક્રમ હોઈ ગુજરાત ભર માંથી સાધકો ત્યાં પહોંચેલા હોઈ તેઓ માતાજી ના દર્શન કરી વાસદ આશ્રમ જવા રવાના થયા હતા. શ્રી શ્રી રવિશંકર મહારાજ માનવ કલ્યાણ માટે 160 જેટલા દેશો માં કામ કરી રહ્યા છે. આર્ટ ઓફ લિવિંગ ના માધ્યમ થી મેડિટેશન અને ધ્યાન ની સુદર્શન ક્રિયા થી શરીર, મન, અને માનસિક ભાવનાઓ ને ઊર્જિત કરવા ઉપર કામ કરી રહ્યા છે. આર્ટ ઓફ લિવિંગ સેન્ટરો ના અનેક સાધકો ને જાણ ન હોતી છતાં મોટી સંખ્યામાં સાધકો તેઓને જોવા મળવા અહીં પહોંચ્યા હતા.
આ પણ વાંચો : Demand to remove street vendor from the road – સર્વિસ રોડ પર થયેલા દબાણો દૂર કરવા માંગ – India News Gujarat
આ પણ વાંચો : Gujarati Film For Oscar: ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ઓસ્કાર માટે મોકલાશે – India News Gujarat