HomeEntertainmentJacqueline Fernandezએ મંદિરમાં માંગી મન્નત, ખંડણી કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ પહેલીવાર...

Jacqueline Fernandezએ મંદિરમાં માંગી મન્નત, ખંડણી કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી-India News Gujarat

Date:

Jacqueline Fernandezએ મંદિરમાં માંગી મન્નત, ખંડણી કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી-India News Gujarat

Jacqueline Fernandez: બોલૂવિડની પ્રખ્યાત અભિનેત્રી અને ખંડણી કેસને કારણે વિવાદોમાં સપડાયેલી જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ વધી રહી છે.

બોલૂવિડની પ્રખ્યાત અભિનેત્રી અને ખંડણી કેસને કારણે વિવાદોમાં સપડાયેલી જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ વધી રહી છે. ઠગ સુકેશ ચંદ્રશેખરના કેસમાં તેની સાથેના સંબંધોને કારણે બોલીવૂડની આ સુંદર અભિનેત્રી ખુબ ખરાબ રીતે ફસાઈ છે. ઈડી (ED)એ જેકલીન ફર્નાન્ડીઝને 200 કરોડ વસૂલવાના ખંડણીના કેસમાં આરોપી બનાવીને તેના વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સારી રીતે ચાલી રહેલા તેના ફિલ્મી કરિયર પર આ કેસને કારણે મોટો ડાઘ લાગી ગયો છે. આ બધા વચ્ચે 22 ઓગસ્ટના રોજ જેકલીન ફર્નાન્ડીઝ મુંબઈના જુહૂ સ્થિત શિવમંદિરમાં જઈને દર્શન અને પ્રાથના કરતા જોવા મળી હતી. જેકલીન ફર્નાન્ડીઝ જુહૂ સ્થિત શિવ ભગવાનના મુક્તેશ્વર મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવા થઈ હતી.

મંદિરમાં દર્શન કરવા જવાના અનેક વીડિયો અપલોડ થયા

સોશિયલ મીડિયા પર જેકલીન ફર્નાન્ડીઝના મંદિરમાં દર્શન કરવા જવાના અનેક વીડિયો અપલોડ થયા હતા. જે ગણતરીના કલાકોમાં વાયરલ થયા હતા. પ્રખ્યાત વિરલ ભયાનીએ જેકલીન ફર્નાન્ડીઝનો વીડિયો પોતાની ઈન્સ્ટા એકાઉન્ટ પરથી શેયર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેકલીન ફર્નાન્ડીઝે મંદિરમાં દર્શન સમયે સલવાર સૂટ પહેર્યા છે. તેણે દર્શન અને પ્રાર્થના સમયે માઠા પર ટીલક પણ કરાવ્યો હતો. તેણે પોતાના માથાને દુપટ્ટાથી ઢાંક્યુ હતુ. તેણે માસ્ક પર પહેર્યુ હતુ, જેથી તેને કોઈ ઓળખીના શકે પણ મીડિયાકર્મીઓની તેજ આંખોથી તે બચી ન શકી અને કેમેરામાં કેદ થઈ ગઈ.

જેકલીનને મોંઘી ભેટ મળી હતી

ઠગ સુકેશ ચંદ્રશેખર વતી દાવો કરવામાં આવ્યો હતો કે તે જેકલીન સાથે રિલેશનશિપમાં છે, જો કે જેકલીન અને તેની ટીમે આ વાતને નકારી કાઢી હતી. પરંતુ જેક્લિને EDની સામે એમ પણ કહ્યું હતું કે તેને સુકેશ દ્વારા ખૂબ જ મોંઘી ભેટ આપવામાં આવી હતી. સુકેશે માત્ર જેકલીનને જ નહીં પરંતુ તેના ભાઈ-બહેન અને માતાને પણ મોંઘી ભેટ આપી હતી. આ ભેટોમાં ઘોડાથી લઈને ગાડી સુધીની ઘણી વસ્તુઓ સામેલ હતી.

લોકો જેકલીનને કરી રહ્યા છે ટ્રોલ

ફેન્સ જેકલીનના આ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે મેકઅપ વિના આ ફેવરિટ એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને કેટલાક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ED બાદ હવે એક્ટ્રેસને ભગવાન જ બચાવી શકે છે તો એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, હવે તે તમામ દેવતાઓના મંદિરમાં જોવા મળશે. તેથી જ તેઓ ભગવાનને યાદ કરતા નથી.

SHARE

Related stories

Latest stories