HomeAutomobilesMusk Sent Notice :ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીને પાઠવી નોટિસ-India News Gujarat

Musk Sent Notice :ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીને પાઠવી નોટિસ-India News Gujarat

Date:

Musk Sent Notice :ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીને પાઠવી નોટિસ, કોર્ટમાં જુબાની આપવા બોલાવ્યા-India News Gujarat

  • Musk Sent Notice :મસ્કે ટ્વિટર પરથી ફેક એકાઉન્ટ વિશે મળેલી માહિતીને ખોટી ગણાવી હતી અને આ કારણોસર ડીલ રદ કરવાની જાહેરાત કરી હતી.
  • મસ્ક ટ્વિટર (Twitter) વિવાદ કોર્ટમાં પહોંચતા બંને પક્ષોએ પોત-પોતાની રણનીતિઓ અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે.
  • આ ઘટનામાં, એલોન મસ્કે (Elon Musk) તેના મિત્ર અને ટ્વિટરના  પૂર્વ સીઈઓ જેક ડોર્સીને (Jack Dorsey) કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ મોકલી છે.
  • ડોર્સી ટ્વિટરના કો-ફાઉન્ડર (Co-founder of Twitter) પણ છે. આ પહેલા કોર્ટે આ મામલે સુનાવણી માટે 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.
  • કોર્ટ નક્કી કરશે કે ટેસ્લા જે કારણોથી ડીલમાંથી ખસી રહી છે તે યોગ્ય છે કે નહીં. બીજી તરફ મસ્ક ટેક્નોલોજી સાથે જોડાયેલા મહત્વના લોકોને આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવી રહ્યા છે.

નોટિસમાં શું છે

  • ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તેમના મિત્ર અને ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સીને કોર્ટમાં હાજર રહેવા નોટિસ મોકલી છે.
  • કોર્ટના દસ્તાવેજો અનુસાર, મસ્ક ટ્વિટર ડીલમાંથી ખસી ગયા બાદ શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહીના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યા છે.
  • આ અંતર્ગત ડોર્સીએ સાક્ષી આપવા કોર્ટમાં આવવું પડશે. મસ્કે ટ્વિટરને US $ 44 બિલિયનમાં હસ્તગત કરવા માટે એક સોદો કર્યો હતો, જો કે તેણે પાછળથી તેની ઓફર પાછી ખેંચી લીધી હતી.
  • વાસ્તવમાં, મસ્કે ફેક અને સ્પામ એકાઉન્ટ્સને કારણે આ સોદામાંથી પાછા ફરવાનું નક્કી કર્યું હતું.
  • તેમણે કહ્યું કે આના કારણે આવનારા સમયમાં કંપનીની કમાણી પર ખરાબ અસર પડી શકે છે. એવું માનવામાં આવે છે કે મસ્ક કોર્ટની સામે પોતાની દલીલ સાબિત કરવા માટે ડોર્સી સહિત અન્ય મોટા લોકોને બોલાવી શકે છે.
  • જો કોર્ટ નક્કી કરે છે કે સ્પામ અને ફેક એકાઉન્ટનો મુદ્દો ખાસ મહત્વનો નથી, તો તે મસ્ક માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

શું છે સમગ્ર મામલો

  • વાસ્તવમાં એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે $ 44 બિલિયનના જંગી સોદાની જાહેરાત કરી હતી.
  • જો કે, મસ્કે બાદમાં ડીલ સાથે આગળ વધવાનો ઇનકાર કર્યો હતો. મસ્કએ આનું કારણ ફેક અને સ્પામ એકાઉન્ટ્સની સંખ્યાને ટાંક્યું હતું, મસ્ક અનુસાર, ટ્વિટર આ નંબરને યોગ્ય રીતે જણાવી રહ્યું નથી.
  • મસ્ક દાવો કરે છે કે ડીલ પછી ફેક અને સ્પામ એકાઉન્ટ્સની સંખ્યા છુપાવવાથી તેને ઘણું નુકસાન થઈ શકે છે, તેથી તે ડીલ પર આગળ વધી રહ્યો નથી.
  • ટ્વિટરે કહ્યું હતું કે નકલી એકાઉન્ટની સંખ્યા 5 ટકાથી ઓછી છે અને તેઓ તેને સતત ઘટાડી રહ્યાં છે.
  • જો કે મસ્કે દાવો કર્યો હતો કે વાસ્તવમાં ફેક એકાઉન્ટ્સની સંખ્યા આના કરતા ઘણી વધારે છે.
  • હવે કોર્ટ બંને પક્ષકારોના દાવા અને મસ્કના વાંધાઓ પર નિર્ણય કરશે.

તમે આ પણ વાંચી શકો છો-

Elon Musk Shares:ટેસ્લાના 7.9 મિલિયન શેર વેચ્યા, શું કંપની વેચવાની તૈયારી કરી રહી છે?

તમે આ પણ વાંચી શકો છો-

Elon Musk Tweet : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ સારી ઉંઘ માટે આપી ટીપ્સ

SHARE

Related stories

Latest stories