HomeEntertainmentWI vs IND 2022: ભારત સામેની વનડે સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની...

WI vs IND 2022: ભારત સામેની વનડે સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત-India News Gujarat

Date:

WI vs IND 2022: ભારત સામેની વનડે સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત, આ ખેલાડીને બનાવાયો સુકાની-India News Gujarat

  • WI vs IND 2022: ભારત સામેની ODI શ્રેણી માટે વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરનને સુકાની બનાવવામાં આવ્યો છે. જ્યારે સાઈ હોપ ઉપ-કેપ્ટન હશે.
  • ભારતીય ટીમ (Team India) 22 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) સામે વન ડે અને ટી20 શ્રેણી રમવાની છે.
  • જેને પગલે યજમાન વેસ્ટ ઈન્ડિઝ ટીમે આ વન-ડે શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
  • મહત્વનું છે કે આ વન-ડે શ્રેણીને લઇને ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની પણ તાજેતરમાં જાહેરાત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની વનડે શ્રેણી માટે નિકોલસ પૂરન (Nicholas Pooran) ને સુકાની બનાવ્યો છે.
  • જોકે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે.
  • એજબેસ્ટન ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી અને T20 અને ODI શ્રેણી જીતી લીધી છે.

નિકોલસ પુરન હશે ટીમનો સુકાની

  • ભારત સામેની વનડે સીરીઝમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં નિકોલસ પૂરન સુકાની રહશે.
  • જ્યારે સાઈ હોપ (Sai Hope) ઉપ સુકાની રહશે. આ સિવાય જો ભારતીય ટીમની વાત કરીએ તો વિરાટ કોહલી (Virat Kohli) ને આરામ આપવામાં આવ્યો છે.
  • મહત્વનું છે કે IPL 2022 સિવાય ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પૂર્વ ભારતીય સુકાનીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
  • એજબેસ્ટન ટેસ્ટ બાદ વિરાટ કોહલી T20 અને ODI સિરીઝમાં પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો.

ભારત સામેની વન-ડે સીરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ પ્રમાણે છે

  • નિકોલસ પૂરન (સુકાની), સાઈ હોપ (ઉપ સુકાની), શેમર બ્રુક, કેસી કાર્ટી, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોટે, કીમો પોલ, રોવમેન પોવેલ, જયડન સીલ્સ.
  • રિઝર્વ ખેલાડી રોમરિયો શેફર્ડ અને હૈડન વાલ્શ જુનિયર

વેસ્ટ ઈન્ડિઝની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ આ પ્રમાણેની રહેશે

  • વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ણા મોહમ્મદ, સિરાજ અને અર્શદીપ સિંહ.

તમે આ પણ વાંચી શકો છો-Asia Cup 2022: એશિયા કપનો પ્રોમો રિલીઝ, રોહિત-કોહલીએ બતાવી પોતાની શ્રેષ્ઠ સ્ટાઈલ 

SHARE

Related stories

Latest stories