HomeBusinessSurat Artificial Pond:65 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે 18 જેટલા કૃત્રિમ...

Surat Artificial Pond:65 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે 18 જેટલા કૃત્રિમ તળાવો બનાવવાનું આયોજન-India News Gujarat

Date:

Surat Artificial Pond:65 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે 18 જેટલા કૃત્રિમ તળાવો બનાવવાનું કોર્પોરેશનનું આયોજન-India News Gujarat

  • Surat Artifical Pond:છેલ્લા કેટલાક વર્ષોથી લોકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવતી હોવાથી હવે ઘર આંગણે પણ પ્રતિમાઓનું વિસર્જન વધ્યું છે.
  • જેથી કોર્પોરેશન પર તેનું પણ ભારણ ઘટ્યું છે
  •  શહેરમાં આગામી ગણેશોત્સવ (Ganpati )માટેની તૈયારીઓ જોરશોરમાં શરૂ કરી દેવામાં આવી છે.
  • સુરતમાં આ વર્ષે 65 હજાર કરતા પણ વધુ નાની મોટી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થવાની સંભાવના છે.
  • ચાલુ વર્ષે કોરોનાનો ભય લોકોના દિલો દિમાગ પરથી દૂર થઇ ગયો છે. અને આ વર્ષે ગણપતિ ઉત્સવની ઉજવણી મોટા પાયે થાય તેવી ધારણા છે.
  • ગણેશોત્સવની સાથે સાથે આયોજકોની જેમ વહીવટી તંત્ર પણ તૈયારીઓ માં લાગી ગયું છે. અને વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Surat Artificial Pond: બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

  • આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 65 હજારથી પણ વધારે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે કુલ 18 જેટલા કૃત્રિમ તળાવો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
  • છેલ્લા કેટલાય વર્ષોથી સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં પાણીનું પ્રદુષણ ઘટાડવાના હેતુથી એનજીટી અને હાઇકોર્ટના આદેશ ને ધ્યાનમાં રાખીને નદીમાં કોઈપણ ધાર્મિક પ્રતિમા કે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન પર રોક લગાવવામાં આવી છે.
  • જેને જોતા કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગણપતિના વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે.

કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરી શરૂ

  • આ વર્ષે પણ કોર્પોરેશન અલગ અલગ ઝોનમાં 18 જેટલા કૃત્રિમ તળાવો બનાવવા જઈ રહ્યું છે.
  • જેના માટે 192 ડમ્પર, ટ્રક , કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરીમાં જોતરાઈ ગયું છે.
  • ખાસ કરીને અલગ અલગ ઝોનમાં જે તળાવોની જગ્યા રાખવામાં આવી હતી તે જ જગ્યા પર આ કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પર્યાવરણને બચાવવામાં મદદ

  • આ સાથે જ છેલ્લા કેટલાક વર્ષોથી લોકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવતી હોવાથી હવે ઘર આંગણે પણ પ્રતિમાઓનું વિસર્જન વધ્યું છે
  • જેથી કોર્પોરેશન પર તેનું પણ ભારણ ઘટ્યું છે.
  • લોકોને કોર્પોરેશન અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એ જ અપીલ આ વર્ષ પણ કરવામાં આવી છે કે તે તેઓ દ્વારા ગણપતિની નાની અને માટીની પ્રતિમાઓનું જ સ્થાપન કરવામાં આવે અને પર્યાવરણને બચાવવામાં મદદ કરવામાં આવે.

તમે આ પણ વાંચી શકો છો-

Surat after Rain Water:વરસાદી પાણી ઉતર્યા બાદ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સંભવિત રોગચાળાને ભગાવા સજ્જ

તમે આ પણ વાંચી શકો છો-

Surat Historic Fort: ઐતિહાસિક કિલ્લાની જાળવણી હવે ખાનગી કોન્ટ્રાક્ટરને આપવાની હિલચાલ

SHARE

Related stories

Latest stories