Producers avoid signing Jacqueline for their new projects:જેકલિનની કારકિર્દી જોખમમાં !-India News Gujarat
Producers avoid signing Jacqueline for their new projects: બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)મની લોન્ડરિંગ કેસને કારણે ચર્ચામાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં ઘણી વખત જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ પાઠવ્યા છે. ત્યારે હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film industry)માં તેને ધમકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈડીના તાજેતરના રિપોર્ટ મુજબ જેકલિન ફર્નાન્ડિઝને હવે સાઈન કરવા ઈચ્છતા નથી,એક નિર્માતાએ આ વાત કહી ત્યાકે તેણે નામ જાહેર ન કર્યું.આરોપી બનાવવાની વાત સામે આવ્યા પછી જેકલિને સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને પોતે સ્ટ્રોંગ છે એ વાત કહી હતી.
જેકલિનને સાઈન નથી કરી રહ્યા પ્રોડ્યુસર્સ
- પહેલા પણ અનેક ફિલ્મોમાં જેકલિન સાથે કામ કરી ચૂકેલા એક ફિલ્મ નિર્માતાએ પોતાનું નામ ન છાપવાની શરતે કહ્યું કે, જેકલિન ઈડીના કેટલાક સમન્સ પાઠવ્યા બાદ તેને કામ મળતું ન હતુ. હાલમાં જેકલીન ફર્નાન્ડીઝ બચ્ચન પાંડે અને વિક્રાંત રોના જેવી બે મોટી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી હતી જે તમામ જૂના પ્રોજેક્ટ હતા.હવે અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને કોઈ તેને નવી ફિલ્મોમાં સાઈન કરતું નથી.
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, EDનું માનવું છે કે જેકલિનને શરૂઆતથી જ ખ્યાલ હતો કે આ કેસનો મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર ઠગ છે અને તે ખંડણી વસૂલ કરે છે. બંને રિલેશનમાં પણ હતા. તેમની અનેક પ્રાઇવેટ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. પછી EDએ જેકલિનની પૂછપરછ કરી હતી અને બંનેની તસવીરોને પુરાવા તરીકે રાખવામાં આવી છે. EDએ એપ્રિલમાં એક્ટ્રેસની સાત કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી.
200 કરોડની મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ
- તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જેકલિન પર 200 કરોડની મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ લાગવામાં આવ્યો છે. તેના પર લાગેલા આરોપને લઈ જેકલિનના વકિલ પ્રશાંત પાટિલનું કહેવું છે કે, તેમણે ઈડી કે કોર્ટથી કોઈ આધિકારીક જાણકારી મળી રહી નથી.જેકલીનને નોંધાયેલી ફરિયાદની કોપી પણ મળી નથી. હાલમાં જ આ સમાચાર પણ આવ્યા છે કે જેકલીન ફર્નાન્ડીઝ ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નકલ મેળવવા માટે પટિયાલા કોર્ટમાં જશે.