HomeBusinessGo Digit IPO : યુનિકોર્ન ઇન્સ્યોરન્સ કંપની કંપની રૂપિયા 5000 કરોડનો IPO...

Go Digit IPO : યુનિકોર્ન ઇન્સ્યોરન્સ કંપની કંપની રૂપિયા 5000 કરોડનો IPO લાવશે-India News Gujarat

Date:

Go Digit IPO : યુનિકોર્ન ઇન્સ્યોરન્સ કંપની કંપની રૂપિયા 5000 કરોડનો IPO લાવશે, જાણો કંપની વિશે વિગતવાર-India News Gujarat

  • Go Digit IPO :ગો ડિજીટ એક ખાનગી સ્વતંત્ર કંપની છે, જે બેંગ્લોરમાં 2016 માં શરૂ કરવામાં આવી હતી.
  • આ કંપની હેલ્થ, ટ્રાવેલ ઓટો અને અન્ય ઘણા પ્રકારનો વીમો આપે છે.
  • ફેરફેક્સ(Fairfax) દ્વારા રોકાણ કરાયેલ ગો ડિજિટ ઇન્સ્યોરન્સ(Go Digit Insurance) આ અઠવાડિયે IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સબમિટ કરી શકે છે.
  • બેંગલુરુ સ્થિત જનરલ ઈન્સ્યોરન્સ કંપની 15 ટકા ઈક્વિટી ઈશ્યુ કરીને રૂ. 5,000 કરોડ એકત્ર કરી શકે છે. ગો ડિજીટ ઈન્સ્યોરન્સના આઈપીઓ(Go Digit Insurance IPO)માં ફ્રેશ ઈશ્યુ અને ઓફર ફોર સેલ (OFS) બંનેનો સમાવેશ થઈ શકે છે.
  • એક મીડિયા રિપોર્ટ  અનુસાર એવો અંદાજ છે કે ગો ડિજિટ ઇન્સ્યોરન્સ IPOના નવા શેર દ્વારા રૂ. 1,250 કરોડ અને OFSમાંથી રૂ. 3,750 કરોડ એકત્ર કરી શકે છે.
  • ગો ડિજિટ ઈન્સ્યોરન્સના આઈપીઓ લોન્ચ કર્યા પછી કંપનીનું મૂલ્ય આશરે રૂ. 30,000-35,000 કરોડ થવાની ધારણા છે.

ગત વર્ષે કંપની યુનિકોર્ન બની હતી

  • આ કંપની ગયા વર્ષે જાન્યુઆરીમાં યુનિકોર્ન બની હતી. તે સમયે તેનું મૂલ્યાંકન 1.9 બિલિયન ડોલર હતું.
  • આ પછી કંપનીનું વેલ્યુએશન જોતા તે વધીને  3.5 બિલિયન ડોલર થયું હતું.
  • ભારતીય ફિનટેક સ્ટાર્ટઅપ કંપની ડિજિટની આ વૃદ્ધિ પાછળનું એક મુખ્ય કારણ મોબાઇલ ટેક્નોલોજી દ્વારા વીમા ગ્રાહકોને આકર્ષવાનું છે.
  • કોહલી તેનો બ્રાન્ડ એમ્બેસેડર છે. વીમા કંપનીએ 18 જુલાઈના રોજ તેની મોટર ઈન્સ્યોરન્સ ઓન ડેમેજ (OD) પોલિસી માટે એડ-ઓન ફીચર ‘પે એઝ યુ ડ્રાઈવ’ (PAYD) લોન્ચ કર્યું હતું.
  • ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા દ્વારા રોકાણ કરાયેલી આ કંપની આવી સુવિધા લોન્ચ કરનારી પ્રથમ કંપની બની છે.
  • તમને ગો ડિજિટમાંથી વીમો મેળવવામાં કોઈ સમસ્યા નહીં થાય તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે.
  • પ્રક્રિયા કોઈપણ કાગળ વગર ઓનલાઈન છે. ગો ડિજીટમાંથી વીમો લેતા પહેલા તમારે તે નક્કી કરવાની જરૂર છે કે તમને કયા પ્રકારનો વીમો જોઈએ છે.
  • ગો ડિજીટ એક ખાનગી સ્વતંત્ર કંપની છે, જે બેંગ્લોરમાં 2016 માં શરૂ કરવામાં આવી હતી.
  • આ કંપની હેલ્થ, ટ્રાવેલ ઓટો અને અન્ય ઘણા પ્રકારનો વીમો આપે છે. તે ખરીદવા, ક્લેમ સબમિટ કરવા અને ચૂપેમેન્ટ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સરળ બનાવીને તેના ગ્રાહક આધારને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહી છે.

બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ IPO લાવશે

  • બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ આઇપીઓ(Balaji Speciality Chemicals IPO) લાવવાની તૈયારી કરી રહી છે.
  • કંપનીએ (Initial public offering – IPO) લાવવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI) પાસે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યું છે.
  • કંપની IPOમાં ફ્રેશ ઈશ્યુ દ્વારા રૂ. 250 કરોડ એકત્ર કરશે.
  • કંપનીના વર્તમાન શેરધારકો તેમના હિસ્સામાંથી 2.6 કરોડ શેર વેચશે.
  • બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ એ બાલાજી એમાઈન્સની પેટાકંપની છે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની છે.
  • કંપનીએ 10 ઓગસ્ટે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે જ્યારે જૂન મહિનામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે IPO લાવવાની મંજૂરી આપી હતી.
  • કંપનીએ ડ્રાફ્ટ પેપરમાં કહ્યું છે કે તે રૂ. 50 કરોડનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં IPOનું કદ નાનું હોઈ શકે છે.

તમે આ પણ વાંચી શકો છો-

Syrma SGS IPO : રોકાણકારો માટે આવી કમાણીની તક, ઇશ્યુના પર્ફોમન્સ અંગે શું છે નિષ્ણાતનો અભિપ્રાય?

તમે આ પણ વાંચી શકો છો-

JIO & Reliance Retail લાવી શકે છે IPO

SHARE

Related stories

Latest stories