8 people died after drinking Desi liquor, condition of more than 5 is critical
Lattakand in Botad:
દેશી દારૂ પીતા 8નાં મોત, 5થી વધુની હાલત ગંભીર; ભાવનગર-બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.Lattakand in Botad-india news gujarat
નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.Lattakand in Botad-india news gujarat
ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના
ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.Lattakand in Botad-india news gujarat