અંતિમ સંસ્કાર (Funeral) પર પણ સરકાર 18% GST વસૂલશે?
ઘણીવાર આવા કેટલાક ફેક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જેના પર સરકારે ખુલાસો કરવો પડે છે.આ દિવસોમાં જીએસટીને લઈને આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર સ્મશાન સેવાઓ પર 18% GST વસૂલ કરી રહી છે.જો કે, સરકારના આ વાયરલ મેસેજને સંપૂર્ણપણે ભ્રામક ગણાવ્યો છે.-India News Gujarat
તાજેતરમાં PIB ફેક્ટ ચેકે સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું, “અંતિમ સંસ્કાર, દફનવિધિ, અગ્નિસંસ્કાર અથવા શબગૃહ સેવાઓ પર કોઈ GST નથી. આ દાવો ભ્રામક છે.”એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ સંદર્ભમાં 18% GST માત્ર વર્ક કોન્ટ્રાક્ટ માટે જ લાગુ પડે છે અને સેવાઓ પર નહીં.-India News Gujarat
Claim: There will be 18% GST on Crematorium Services.#PIBFactCheck
▶️This claim is #Misleading.
▶️There is no GST on funeral, burial, crematorium, or mortuary services.
▶️In this reference GST @ 18% is only applicable for work contracts and not the services. pic.twitter.com/7HE2MPMs1s
— PIB Fact Check (@PIBFactCheck) July 20, 2022
તમને જણાવી દઈએ કે, GST કાઉન્સિલે 18 જુલાઈથી રોજિંદા ઉત્પાદનો પર શરતો સાથે GST લાદ્યો છે.તેમાં પેક્ડ લોટ, ચણાનો લોટ અને દહીં સહિત ઘણા ઉત્પાદનો છે.આ સિવાય નોન-આઈસીયુ બેડ, ચેકબુક, પ્રિન્ટિંગ/રાઈટિંગ અથવા ડ્રોઈંગ ઈંક, એલઈડી લાઈટ્સ, એલઈડી લેમ્પ પર પણ જીએસટી વસૂલવાનું કહેવામાં આવ્યું છે.GST કાઉન્સિલના તાજેતરના નિર્ણયનો પણ વિરોધ થઈ રહ્યો છે.-India News Gujarat