HomeEntertainmentAishwarya :ઐશ્વર્યા ફરી એકવાર દીકરીનો હાથ પકડીને જોવા મળી, યુઝર્સે ટ્રોલ કરી-India...

Aishwarya :ઐશ્વર્યા ફરી એકવાર દીકરીનો હાથ પકડીને જોવા મળી, યુઝર્સે ટ્રોલ કરી-India News Gujarat

Date:

Aishwarya :ઐશ્વર્યા ફરી એકવાર દીકરીનો હાથ પકડીને જોવા મળી, યુઝર્સે ટ્રોલ કરી-India News Gujarat

Aishwarya : બોલિવૂડ સ્ટાર્સ ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા તથા પતિ અભિષેક બચ્ચન સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર ઐશ્વર્યાએ દીકરીનો હાથ પકડી રાખ્યો હતો. આ કારણે ઐશ્વર્યાને સો.મીડિયામાં ટ્રોલ પણ કરવામાં આવી હતી. ઐશ્વર્યા-આરાધ્યા તથા અભિષેક ન્યૂ યોર્કમાં વેકેશન મનાવવા ગયા હતા.

એરપોર્ટ પર જોવા મળ્યો

ઐશ્વર્યા તથા આરાધ્યા બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. ઐશ્વર્યા બ્લેક ડ્રેસ સાથે લોંગ બ્લેક કોટ પહેર્યો હતો, જ્યારે આરાધ્યાએ બ્લેક ટ્રેકસૂટ પહેર્યો હતો. અભિષેક પિંક હૂડીમાં હતો. ઐશ્વર્યા એરપોર્ટમાંથી બહાર નીકળી તે સમયે તેણે દીકરી આરાધ્યાનો હાથ પકડીને રાખ્યો હતો.

યુઝર્સે ટ્રોલ કરી

સો.મીડિયામાં વીડિયો વાઇરલ થતાં યુઝર્સે ઐશ્વર્યાને ટ્રોલ કરી હતી. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે ઐશ્વર્યા દર વખતે કેમ દીકરીનો હાથ પકડીને જ ચાલે છે? ઘણાં યુઝર્સે આરાધ્યાની હાઇટ પર કમેન્ટ કરી હતી અને કહ્યું હતું કે આરાધ્યા ટૂંક સમયમાં જ મોમ એશ કરતાં પણ લાંબી થઈ જશે.

અભિ-એશ માટે ન્યૂ યોર્ક ખાસ

ઐશ્વર્યા તથા અભિષેક માટે ન્યૂ યોર્ક ખાસ છે. ન્યૂ યોર્કમાં જ અભિષેકે ફિલ્મ ‘ગુરુ’ના પ્રીમિયર દરમિયાન એશને હોટલની બાલકનીમાં પ્રપોઝ કર્યું હતું. 2007માં ઐશ્વર્યા તથા અભિષેકે મુંબઈમાં લગ્ન કર્યા હતા. 2011માં તેઓ દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ બન્યા હતા.

અપકમિંગ પ્રોજેક્ટ

ઐશ્વર્યા ડિરેક્ટર મણિ રત્નમની ફિલ્મ ‘પોન્નિયિન સેલવન’થી કમબેક કરી રહી છે. અભિષેક છેલ્લે ‘દસવીં’માં જોવા મળ્યો હતો.

SHARE

Related stories

Latest stories