HomeGujaratIndian Air Force Globe Master Plane in Surat- ભારે વરસાદમાં સુરતમાં ભારતીય...

Indian Air Force Globe Master Plane in Surat- ભારે વરસાદમાં સુરતમાં ભારતીય વાયુસેનાના ગ્લોબ માસ્ટર પ્લેન- INDIA NEWS GUJARAT

Date:

સુરતમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય 

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બારે મેઘ ખાંગા થતાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિશાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એન.ડી.આર.એફની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોચી છે. Globe Master Plane in Surat

પ્લેનમાં NDRFની 5 ટીમો ઓડિશાથી આવી

વાયુસેનાના વિશેષ પ્લેન મારફતે એક ટીમ કમાન્ડર તથા પાંચ ઓફિસર અને 105 જવાનો સાથે રેસ્કયુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે આવી પહોંચ્યાં. દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં બચાવ અને રાહતની કામગીરીમાં વિશેષ સહયોગ મળતા રહેશે. આ ટીમો કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા માટે સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. Globe Master Plane in Surat

વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજ્જ

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે આગામી સમયમાં ભારે વરસાદથી વધુ ખાનાખરાબી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે કરાયેલી માગ મુજબ ખાસ ઓડિશાથી એનડીઆરએફની ટીમોને સુરત ખાતે રાખવામાં આવી છે. જે આગામી સમયમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી કરશે. Globe Master Plane in Surat

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં 200થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં બોડેલી, ક્વાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છેટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે સાગબારા, સંખેડા, દેડિયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસદા, નડિયાદ, ગોધરા, સોજિત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સીઝનનો કુલ 12 ઈંચ વરસાદ થયો છે. કચ્છમાં અત્યારસુધીમાં 11.75 ઈંચ વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 5.78, દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ, મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 36 ટકા વરસાદ નોંધાયો છે. Globe Master Plane in Surat

આ પણ વાંચી શકો છો – Weird type of hepatitis wreaks havoc in children – અજીબોગરીબ પ્રકારનો હેપેટાઇટિસ બાળકોમાં પાયમાલ કરે છે – INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો છો – Bollywood:રિલીઝ પહેલા જ ખબર પડી ગઈ ફિલ્મની કહાની-India News Gujarat

 

SHARE

Related stories

Latest stories