HomeGujaratChamberનો 82મો પદગ્રહણ સમારોહ યોજાશે-India News Gujarat

Chamberનો 82મો પદગ્રહણ સમારોહ યોજાશે-India News Gujarat

Date:

Chamberનો 82મો પદગ્રહણ સમારોહ યોજાશે-India News Gujarat

Chamber ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦રર–ર૩ માટેના વરાયેલા પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ઇલેકટ થયેલા ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાના પદગ્રહણ માટેનો સમારંભ શનિવાર, તા. 16 જુલાઇ 2022 ના રોજ સાંજે 5-30 કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટીનમ હોલમાં યોજાનાર છે.
Chamberના આ સમારંભમાં સ્પેશિયલ ચીફ ગેસ્ટ તરીકે  કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહેશે. ચીફ ગેસ્ટ તરીકે કેડીલા હેલ્થકેર લિમિટેડ ઝાઇડસ ગૃપના ચેરમેન તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડના નોન–ઓફિશિયલ ડાયરેકટર પંકજ પટેલ હાજરી આપશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર. પાટીલ સ્પેશિયલ ગેસ્ટનું સ્થાન શોભાવશે. જ્યારે મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર હીઝ એકસલન્સી ચિરંજીબ સરકાર તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, ગુજરાતના યુવા, સાંસ્કૃતિક અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા, ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, મુંબઇ સ્થિત યુએસ કોન્સ્યુલેટના કોમર્શિયલ ઓફિસર હેરોલ્ડ (લી) બ્રેમેન તથા ગુજરાત Chamber ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથિક પટવારી અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.-India News Gujarat

Chamberના નવા પોર્ટલનું લોન્ચીંગ થશે ઃ–India News Gujarat

Chamberના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે Chamberના નવા ઇનીશિએટીવ ‘જોબ પોર્ટલ’નું લોન્ચીંગ કરવામાં આવશે. સાથો સાથ Chamberની નવી વેબસાઇટનું પણ લોન્ચીંગ કરવામાં આવશે. Chamberના જોબ પોર્ટલના માધ્યમથી યુવાઓને લાયકાત મુજબ નોકરી શોધવામાં સરળતા થશે. જ્યારે ઔદ્યોગિક એકમોને પણ જરૂરિયાત મુજબના કર્મચારીઓ મળી રહેશે. આવી રીતે રોજગારી અપાવવાની દિશામાં પણ Chamber દ્વારા હવે મહત્વની ભૂમિકા અદા કરવામાં આવશે.-India News Gujarat
SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories