HomeEntertainmentSiddhant Chaturvedi:સિદ્ધાંત ચતુર્વેદી નવ્યા એક જ કારમાં જોવા મળ્યા, નવ્યાએ ફોટોગ્રાફર્સથી બચવા...

Siddhant Chaturvedi:સિદ્ધાંત ચતુર્વેદી નવ્યા એક જ કારમાં જોવા મળ્યા, નવ્યાએ ફોટોગ્રાફર્સથી બચવા ચહેરો છુપાવ્યો-India News Gujarat

Date:

Siddhant Chaturvedi:સિદ્ધાંત ચતુર્વેદી નવ્યા એક જ કારમાં જોવા મળ્યા, નવ્યાએ ફોટોગ્રાફર્સથી બચવા ચહેરો છુપાવ્યો-India News Gujarat

Siddhant Chaturvedi: અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદા તથા ‘ગલી બોય’ ફૅમ સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે. બંને એકબીજાને ડેટ કરે છે. બંને કરન જોહરની 50મી બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, બંનેએ હજી સુધી પોતાના સંબંધો અંગે વાત કરી નથી. હાલમાં જ આ બંને એક જ કારમાં જોવા મળ્યા હતા, પરંતુ ફોટોગ્રાફર્સને જોતાં જ નવ્યાએ પોતાનો ચહેરો છુપાવી દીધો હતો.

સિદ્ધાંત પ્રોડ્યૂસરની ઓફિસે આવ્યો હતો
સિદ્ધાંત ચતુર્વેદી તાજેતરમાં જ બાંદ્રા સ્થિત પ્રોડ્યૂસરની ઓફિસે આવ્યો હતો. આ દરમિયાન જ્યારે ફોટોગ્રાફરની નજર સિદ્ધાંતની કારની બેક સીટ પર પડી તો તેને લાગ્યું કે કોઈ વ્યક્તિ બેઠી છે. ફોટોગ્રાફરે ધડાધડ ફોટો ક્લિક કર્યા હતા. જોકે, પછી તેને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ બીજી કોઈ નહીં, પરંતુ નવ્યા હતી.

નવ્યાએ ગુલાબી કપડાંથી મોં છુપાવ્યું
નવ્યાનો ચહેરો ફોટોગ્રાફર્સ બરોબર ક્લિક કરી શકતા નહોતા. નવ્યાને જ્યારે જાણ થઈ કે તેની તસવીરો ક્લિક કરવામાં આવી રહી છે તો તેણે તરત જ ગુલાબી કપડાંથી મોં છુપાવ્યું હતું.

કાર-બાઇક વચ્ચો ટક્કર
સિદ્ધાંત પ્રોડ્યૂસરને મળીને આવ્યો એટલે તરત જ કારમાં બેસીને ડ્રાઇવરને ઝડપથી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું. ડ્રાઇવરે ઉતાવળ કરતાં કાર ફોટોગ્રાફરની બાઇક સાથે ટકરાઈ હતી. સદનસીબે કાર કે બાઇકને કોઈ નુકસાન થયું નહોતું અને કોઈને વાગ્યું પણ નહોતું.

પહેલાં જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરી સાથે ચર્ચાઈ ચૂક્યું છે

નવ્યાનું નામ પહેલાં જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરી સાથે ચર્ચાઈ ચૂક્યું છે. જોકે, મિઝાને અનેક ઇન્ટરવ્યૂમાં એ વાત કહી હતી કે તે અને નવ્યા માત્ર સારા મિત્રો છે.

ક્યારેય પોતાના રિલેશનશિપ અંગે વાત કરી નથી

ઉલ્લેખનીય છે કે નવ્યાએ ક્યારેય પોતાના રિલેશનશિપ અંગે વાત કરી નથી. સિદ્ધાંત તથા નવ્યા સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ કરતાં હોય છે. નવ્યા તથા સિદ્ધાંત પોતાના સંબંધોને ઘણાં જ પ્રાઇવેટ રાખવામાં માને છે. ગયા વર્ષે સિદ્ધાંતે સો.મીડિયામાં શર્ટલેસ તસવીર શૅર કરી હતી. આ તસવીર પર નવ્યાએ કોઈ કમેન્ટ નહોતી કરી, પરંતુ લાઇક જરૂરથી કરી હતી.

 

SHARE

Related stories

Latest stories