HomeBusinessTwitter Deal : કંપનીની મસ્ક સામે કાનુની લડતની તૈયારી-India News Gujarat

Twitter Deal : કંપનીની મસ્ક સામે કાનુની લડતની તૈયારી-India News Gujarat

Date:

Twitter Deal : એલોન મસ્કની ટ્વીટર ડીલમાં પીછેહટ, કંપનીની મસ્ક સામે કાનુની લડતની તૈયારી-India News Gujarat

  • Twitter Deal : ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે (Elon Musk) એક મોટી જાહેરાત કરી છે.
  • હવે તેમણે ટ્વિટર ડીલ કેન્સલ (Twitter deal) કરી છે.
  • ઈલોન મસ્ક પર પણ ટ્વિટર પર કરાર તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
  • હવે ટ્વિટર એલોન મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે.

આ ડીલમાંથી પીછે હટ કરી રહ્યા છે

  • એલોન મસ્કે (Elon Musk)  તેમના તરફથી ટ્વિટર(Twitter) ડીલ કેન્સલ કરી છે.
  • વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે 25 એપ્રિલના રોજ ટ્વિટરને 54.20 બિલિયન ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી, જો કે પાછળથી તે ડીલ 44 બિલિયન ડોલરમાં ફાઈનલ થઈ હતી.
  • આ ડીલમાંથી એલોન મસ્કની પીછેહટ બાદ ટ્વીટર મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેકની દુનિયામાં ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં એક નવો વળાંક આવ્યો છે.
  • એલોન મસ્કે કહ્યું છે કે ટ્વિટરે કરારની (Twitter Deal) ઘણી જોગવાઈઓ તોડી છે, તેથી તે આ ડીલમાંથી પીછે હટ કરી રહ્યા છે.
  • એલોન મસ્કના વકીલે ટ્વિટર પર લખ્યું, ‘મિ. મસ્ક આ મર્જરને રદ કરી રહી છે.
  • તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે ટ્વિટરે તેમની સાથે કરેલા કરારોનો ભંગ કર્યો છે.
  • ટ્વિટરે એલોન મસ્કને ખોટી અને ભ્રામક રજૂઆત કરી અને મર્જર દરમિયાન એલોન મસ્કે તેના પર વિશ્વાસ રાખ્યો’

ટ્વીટરની કાનુની લડતની તૈયારી

  • આ પછી, હવે ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું છે કે કંપની આ મર્જરને પૂર્ણ કરવા માંગે છે અને તેને પુરુ કરાવવા માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે.
  • ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરે પણ એક ટ્વિટ કર્યું છે
  • તેણે કહ્યું છે કે, ‘ટ્વિટરનું બોર્ડ એલોન મસ્ક સાથે નક્કી કરવામાં આવેલી શરતો અને કિંમત પર આ ટ્રાન્ઝેક્શન બંધ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે આ વિલીનીકરણ કરારને પૂર્ણ કરવા માટે કાનૂની કાર્યવાહી પણ કરીશું.
  • અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ છીએ કે ડીલવેર કોર્ટ ઓફ ચાન્સરીમાં જીતશે.

તમે આ ટ્વીટ જોઈ શકો છો

  • બ્રેટ ટેલરના આ ટ્વિટના જવાબમાં ટ્વિટરના કેટલાક શેરધારકોએ લખ્યું છે કે તેઓ ઈચ્છે છે કે ઈલોન મસ્ક ટ્વિટરને પેનલ્ટી ચૂકવે અને તેઓ આ ડીલમાંથી બહાર થઈ જાય.
  • કારણ કે તેઓ ઈલોન મસ્કને ટ્વિટરના માલિક તરીકે જોવા માંગતા નથી.

તમે આ પણ વાંચી શકો છો –

Elon Musk warned to end the deal with Twitter, નકલી એકાઉન્ટ વિશે માહિતી માંગી

તમે આ પણ વાંચી શકો છો –

Elon Musk દ્વારા Twitter: ખરીદવાથી CEO Parag Agrawal નારાજ, ટ્વિટ દ્વારા નારાજગી વ્યક્ત કરી

SHARE

Related stories

Latest stories