HomeEntertainmentKartik Aryan:કાર્તિક આર્યનને સાબિત કરવી પડી પોતાની ઓળખ, કહ્યું ‘આધાર કાર્ડ આપું’?...

Kartik Aryan:કાર્તિક આર્યનને સાબિત કરવી પડી પોતાની ઓળખ, કહ્યું ‘આધાર કાર્ડ આપું’? India News Gujarat

Date:

Kartik Aryan:કાર્તિક આર્યનને સાબિત કરવી પડી પોતાની ઓળખ, કહ્યું ‘આધાર કાર્ડ આપું’? India News Gujarat

કાર્તિક આર્યન (Kartik Aryan) હાલમાં ભૂલ ભૂલૈયા 2 ની (Bhool Bhulaiya 2) સક્સેસને ફૂલ એન્જોય કરી રહ્યો છે. તે યુરોપમાં એક અજીબોગરીબ ફેન મોમેન્ટનો શિકાર બન્યો. એક્ટર હાલમાં તેની ટીમ સાથે યુરોપમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. ભૂલ ભૂલૈયા 2 એ અત્યાર સુધીમાં કુલ 230 કરોડની કમાણી કરી છે, જે પછી કાર્તિક આ હોરર કોમેડી ફિલ્મની સક્સેસ સિલેબ્રેટ કરવા યુરોપ પહોંચી ગયો છે. ત્યારે એક્ટર એક ફેન સાથે ટકરાયો જેણે તેને ઓળખવામાં ટાઈમ લાગ્યો. કાર્તિક તેની યુરોપ ટ્રીપની તસવીરો પણ સતત શેર કરી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યુરોપના ફોટા શેર કરતા કાર્તિકે લખ્યું – ‘મજાની હકીકત – બીટલ્સ આ રૂમમાં રોકાયા હતા. આશા છે કે કોઈ દિવસ કોઈ એવો ફોટો મૂકશે કે કોકી અહીં રોકાયો.

વાયરલ થઈ રહ્યો છે કાર્તિકનો ફની જવાબ

  • વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કાર્તિક બિઝી સ્ટ્રીટમાં સાઈડમાં આરામથી જમતો જોવા મળે છે. ત્યારે એક ફેન તેની પાસે આવે છે અને કહે છે, ‘મારા ફ્રેન્ડ્સને લાગે છે કે તમે કાર્તિક આર્યન છો.
  • હું તમારી સાથે એક ફોટો લઈ શકું? ફેનના આવું બોલતાની સાથે જ ઘણા લોકો ત્યાં ભેગા થઈ જાય છે. જે બાદ કાર્તિક કહે છે, ‘આધાર કાર્ડ આપું’.

કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ કાર્તિકના હ્યુમરના વખાણ કરતા થાકતા નથી.

  • કાર્તિકના આવું બોલતાની સાથે જ ત્યાં ઉભેલા લોકો હસવા લાગે છે અને તે ફેન તેના પરિવારને કહે છે કે તે રિયલ કાર્તિક આર્યન છે. જે પછી ફેન્સ તેમની સાથે ફોટો પડાવવાનું શરૂ કરી દે છે, પરંતુ કાર્તિક તેનું જમવાનું જમવામાં બિઝી છે. કાર્તિકના આ વીડિયો પર ભારતમાં ફેન્સ હસી રહ્યાં છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ કાર્તિકના હ્યુમરના વખાણ કરતા થાકતા નથી.
  • કાર્તિકના આ ફોટો પર ડાયરેક્ટર કોરિયોગ્રાફર ફરાહ ખાને એક્ટરને એન્જોય કરતા લખ્યું – ‘અપની ફોટો લગા દેના વહાં’. ઘણા યુઝર્સે કાર્તિક આર્યનની જોરદાર પ્રશંસા કરી છે. કાર્તિકની વેકેશનની તસવીરો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે, જ્યારે છોકરીઓ તેની ડેશિંગ પર્સનાલિટી માટે દિવાની થઈ રહી છે.
SHARE

Related stories

Latest stories