Documentary Kaali Poster Controversy:મહાકાળી માતાને સિગારેટ પીતા જોઈને યુઝર્સ ભડક્યા-India News Gujarat
Documentary Kaali Poster Controversy: ફિલ્મમેકર લીના મણિમેકલાઈએ પોતાની ડોક્યુમેન્ટ્રી ‘કાલી’નું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં મહાકાળી માતા સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે. 2 જુલાઈના રોજ પોસ્ટર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ભડક્યા છે. યુઝર્સે લીનાને ટ્રોલ કરી છે અને ધરપકડની માગણી કરી છે. ફિલ્મમેકરે સો.મીડિયામાં ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર શૅર કર્યું હતું. યુઝર્સે મેકર્સ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ મૂક્યો છે.
માત્ર સિગારેટ જ નહીં, LGBTQનો ઝંડો પણ વિવાદનું કારણ
પોસ્ટરની અન્ય એક બાબતે પણ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં પોસ્ટરમાં મહાકાળી માતાના એક હાથમાં ત્રિશૂળ તથા બીજા હાથમાં LGBTQ કમ્યુનિટીનો ઝંડો છે. આ અંગે પણ વિવાદ થયો છે.
યુઝર્સે કહ્યું, આ લોકો આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે
એક યુઝરે કહ્યું હતું, ‘રોજ હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે. આ લોકો આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે.’ કેટલાંક યુઝર્સે સવાલ કર્યો હતો કે શું આ લોકો બીજા ધર્મના ભગવાનને પણ આ રીતે બતાવી શકે છે? યુઝર્સે હોમ મિનિસ્ટ્રીથી લઈ PMOને ટૅગ કરીને લીનાની ધરપકડ કરવાની માગણી કરી છે. અન્ય એકે કહ્યું હતું, ‘નફરત ફેલાવનારા લોકોની ધરપકડ કરવામાં આવે.’
કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં લૉન્ચ થશે
લીનાએ ‘કાલી’નું પોસ્ટર 2 જુલાઈ, 2022ના રોજ લૉન્ચ કર્યું હતું. પોસ્ટર લૉન્ચ કરીને કહ્યું હતું કે તે ઘણાં જ ઉત્સાહી છે, કારણ કે આ ડોક્યુમેન્ટ્રી ‘કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ’માં લૉન્ચ કરવામાં આવશે.