HomeGujaratOrgan donation કરી ગીતાબેનના પરિવારે ચાર વ્યક્તિને આપ્યુ નવજીવન-India News Gujarat

Organ donation કરી ગીતાબેનના પરિવારે ચાર વ્યક્તિને આપ્યુ નવજીવન-India News Gujarat

Date:

Organ donation કરી ગીતાબેનના પરિવારે ચાર વ્યક્તિને આપ્યુ નવજીવન-India News Gujarat

Organ donation થકી માનવતા મહેકાવતી વધુ એક ઘટના સુરત શહેરમાં બની છે. આ ઘટનાની વિગતો એવી છે કે, સુરતના કામરેજ કેનાલ રોડ ખાતે મહાવીર રેસીડન્સી ખાતે રહેતા ગીતાબેન ભરતભાઈ પરમાર રવિવાર, તા.12 જુનના રોજ બપોરે 1.30 કલાકે વરાછા રહેતા તેમના બહેનના ઘરેથી મોટરસાયકલ પર પુત્ર વિશાલ સાથે પોતાના ઘરે જતા હતા ત્યારે ચીકુવાડી, ચોપાટી પાસે તેમને અચાનક ચક્કર આવતા તેઓ મોટરસાયકલ પર થી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થવાથી બેભાન થઇ ગયા હતા તેમને તાત્કાલિક નજીકમાં આવેલ જી.બી.વાઘાણી હોસ્પિટલમાં દાખલ કર્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થવાથી ડોક્ટરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. વધુ સારવાર માટે તેમને કિરણ હોસ્પીટલમાં ફીજીશિયન ડૉ.કલ્પેશ ચોપડાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. ગુરુવાર, તા.૧૬ જુનના રોજ ન્યુરોફીજીશિયન ડૉ.હીનાફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.અપેક્ષા પારેખ, ફીજીશિયન ડૉ.કલ્પેશ ચોપડા અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ગીતાબેનને બ્રેનડેડ જાહેર કરતા ગીતાબેનના પતિ ભરતભાઈએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી Organ donationની પ્રક્રિયા શુ છે તે સમજવા હોસ્પિટલ આવવા વિનંતી કરી.  ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ગીતાબેનના પતિ ભરતભાઈ, પુત્રો વિશાલ અને સૌરવ, ભાઈ ભરતભાઈ અને પવનભાઈ, જેઠ ઈશ્વરભાઈ, દિયર હરજીવનભાઈ અને અજીતભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને Organ donationનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. ગીતાબેનના પતિ ભરતભાઈએ જણાવ્યું કે હું ડોનેટ લાઇફની યુ ટ્યુબ ચેનલને ફોલો કરું છું અને Organ donation અંગેના વિડીઓ વારંવાર નિહાળું છુ, મારી પત્ની ગીતા બ્રેઈનડેડ છે, તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેના Organ donation થકી Organ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો Organ donation માટે આપ આગળ વધો. Organ donation એક ઈશ્વરીય કાર્ય છે, દરેક બ્રેનડેડ વ્યક્તિના પરિવારજનોએ તેમના બ્રેનડેડ સ્વજનના Organ donationકરાવવું જોઈએ. -India News Gujarat

Organ donation થકી કોને કોને અપાયુ નવુ જીવન -India News Gujarat

SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. સુરતની કિરણ હોસ્પિટલના ડૉ.જીજ્ઞેશ ઘેવરીયા, ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મિથુન કે. એન, ડૉ. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમે કિડનીનું દાન સ્વીકાર્યું, લિવર ફેટી હોવાને કારણે લિવરનું દાન થઇ શક્યું ના હતું, ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલના ડૉ. સંકિત શાહે સ્વીકાર્યું હતું. Organ donationમાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૬૬ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બારડોલીના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ.જીજ્ઞેશ ઘેવરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. Organ donationમાં  મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ૪૦ વર્ષીય મહિલામાં અને બીલીમોરાની રહેવાસી ૬૯ વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવનાર છે. ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. ગીતાબેન ભરતભાઈ પરમાર અને તેમના સમગ્ર પરિવારને તેમણે કરેલા Organ donationના નિર્ણય માટે સલામ કરે છે…વંદન કરે છે…નમન કરે છે…Organ donation કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં ગીતાબેનના પતિ ભરતભાઈ, પુત્રો વિશાલ અને સૌરવ, ભાઈ ભરતભાઈ અને પવનભાઈ, જેઠ ઈશ્વરભાઈ, દિયર હરજીવનભાઈ અને અજીતભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. દર્શન ત્રિવેદી, ડૉ.અપેક્ષા પારેખ, ફીજીશિયન ડૉ.કલ્પેશ ચોપડા, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, જી.બી. વાઘાણી હોસ્પીટલના સંચાલકો, ડોક્ટર્સ, સ્ટાફ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. ચંદ્રેશ ઘેવરીયા, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-HIV Vaccine : એક ઈન્જેક્શનથી નાબૂદ થશે બિમારી

આપ આ પણ વાંચી શકો છોઃ-IT Department: હોસ્પિટલોમાં ફ્રી સેમ્પલ લેનારા ડોક્ટરોએ હવે ભરવો પડશે ટેક્સ

SHARE

Related stories

Latest stories