New Jersey ખાતે ચેમ્બરની મેયર તથા સ્થાનિક ઉદ્યોગકારો સાથે મિટીંગ -India News Gujarat
New Jersey ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યુએસએમાં ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– 2022’ એકઝીબીશન અંતર્ગત New Jersey ખાતે New Jerseyના મેયર સેમ જોશી સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં New Jerseyના સ્થાનિક ઇન્ડીયન કોમ્યુનિટીના ઉદ્યોગકારો તથા અન્ય દેશોમાંથી ટેકસટાઇલ પ્રોડકટની આયાત કરનારા આયાતકારો હાજર રહયા હતા. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું તથા New Jersey યુએસએ ખાતે યોજાયેલા એકઝીબીશનના ભાગરૂપે ચેમ્બર દ્વારા New Jersey ખાતે યોજાનારી બીટુબી અને બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ વિશે સ્થાનિક ઉદ્યોગકારોને માહિતી આપી હતી. સાથે જ તેઓને આ બંને મીટમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો.-India News Gujarat
New Jerseyના મેયરે શું કહ્યું ?-India News Gujarat
New Jersey ના મેયર સેમ જોશીએ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ૩૦ વર્ષથી યુએસએમાં સ્થાયી થયેલા ભારતીય ઉદ્યોગકારોએ સારો બિઝનેસ ડેવલપ કર્યો છે. એમાં પણ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ સ્થાનિક ઇન્ડિયન કોમ્યુનિટીના બિઝનેસ એન્ડ ઇકોનોમી ડેવલપમેન્ટ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. સાથે જ New Jersey એકઝીબીશન થકી ચેમ્બરના આ પ્રયાસને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને પણ વધુ વેગ મળશે. New Jersey સ્થાનિક ઉદ્યોગકારોએ ચેમ્બરના પ્રયાસને બિરદાવ્યો હતો અને દર વર્ષે આ રીતે એકઝીબીશનનું New Jerseyમાં આયોજન થાય તેવી લાગણી વ્યકત કરી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION CENTER ખાતે તા. ૯ થી ૧૧ જૂન ર૦રર દરમ્યાન યોજાયેલા ત્રિદિવસીય ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– ર૦રર’ એકઝીબીશનને જબરજસ્ત ઐતિહાસિક સફળતા મળી છે. ચેમ્બર દ્વારા હવે આ એકઝીબીશન અંતર્ગત તા. ૧૬ જૂન, ર૦રર ના રોજ New Jersey ખાતે બીટુબી અને બીટુસી તથા તા. ૧૯ જૂનના રોજ કેલિફોર્નિયા ખાતે બીટુબી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં પણ કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Surat love: સુરત માટે બતાવ્યો આ રીતે પ્રેમ