HomeEntertainmentBrahmastra’ Trailer : ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ થયુ-India News Gujarat

Brahmastra’ Trailer : ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ થયુ-India News Gujarat

Date:

Brahmastra’ Trailer : ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ થયુ-India News Gujarat

Brahmastra’ Trailer :  બોલિવુડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને તેની પત્ની આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)નું ટ્રેલર રિલીઝ થયું છે, આ ફિલ્મ રણબીર અને આલિયા(Alia Bhatt) ની પહેલી ફિલ્મ છે જેમાં બંન્ને સાથે જોવા મળશે. ફેન્સ ટ્રેલરનો પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા,તો ચાલો જોઈએ કે, આ ફિલ્મની સ્ટોરી અને ટ્રેલરમાં શું ખાસ છે.

ટ્રેલરમાં ભગવાનના શસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

  • ફિલ્મમાં શસ્ત્રો એટલે કે, બ્રહ્માસ્ત્રની શક્તિઓની વાત કરવામાં આવી છે, ફિલ્મને જોનારા દર્શકોને બ્રહ્માસ્ત્રની શક્તિઓનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહે છે.
  • આ ધમાકાર ટ્રેલરને જોઈ અંદાજો લગાવવામાં આવે છે કે, રણબીર અને આલિયા ભટ્ટે આ ફિલ્મમાં ખુબ મહેનત કરી છે.

દર્શકોને પસંદ આવી રણબીર -આલિયાની કેમેસ્ટ્રી

  • ટ્રેલરમાં રણબીર અને આલિયાની જબરદસ્ત કેમેસ્ટ્રી દેખાડવામાં આવી છે. જે દર્શકોનું ખુબ મનોરંજન કરનાર છે, આલિયાને પહેલી વાર જોતા જ રણબીર તેના પ્રેમમાં પડી જાય છે.
  • અચાનક આલિયાને રણબીરની શક્તિઓની જાણ થાય છે, અભિનેતા આલિયાને જણાવે છે કે, તેનો આગ સાથે ખાસ સંબંધ છે.

અમિતાભ બચ્ચન છે શિવના ગુરુ

  • અમિતાભ બચ્ચનનો અવાજ અને તેમની હાજરી રણબીર અને આલિયાના આ ટ્રેલરને વધુ ખાસ બનાવે છે. તે શિવના ગુરુની ભૂમિકા ભજવી રહ્યો છે.
  • સારા અને ખરાબની લડાઈમાં શિવ અને તેના માર્ગદર્શક સારા લોકોની ટીમનો એક ભાગ છે, જ્યારે નાગીન એકટ્રેસ મૌની રોય ખરાબ લોકોમાં સામેલ છે. મૌનીનું આ પાત્ર નાગિન સિરિયલની યાદ અપાવે છે, પરંતુ બ્રહ્માસ્ત્રમાં તે વધુ સારી દેખાય છે અને અહીં તેનું પાત્ર વધુ ડરાવે તેવું હશે.

શાહરૂખ ભજવશે વૈજ્ઞાનિકની ભૂમિકા

  • શાહરૂખ ખાન આ ફિલ્મમાં એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેની ભૂમિકા ફિલ્મની વાર્તાના ગ્રાફ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • તેની ભૂમિકા ઓછામાં ઓછી 15-20 મિનિટની છે. સુપરસ્ટારે થોડા મહિનાઓ પહેલા તેના ભાગનું શૂટિંગ પૂરૂ કર્યું છે અને તે ફિલ્મની રિલીઝની સંપૂર્ણ રાહ જોઈ રહ્યો છે.
SHARE

Related stories

Latest stories