FIH Hockey Pro League: ભારત બેલ્જિયમ સામે એક જ દિવસમાં બે વાર હાર્યું , આ કારણ રહ્યા જવાબદાર-India News Gujarat
- FIH Hockey Pro League માં રવિવારે ભારતીય ટીમ (Indian Hockey Team) ને બેલ્જિયમ સામે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો.
- સાંજે 5-0થી હારી અને પછી મોડી સાંજે 2-3થી હાર્યું.
- FIH હોકી પ્રો લીગ (FIH Hockey Pro League) માં રવિવારે ભારતીય ટીમ (India Hockey) ને એક જ દિવસમાં બે વખત બેલ્જિયમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
- પહેલા તો મહિલા ટીમને એકતરફી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ મોડી સાંજે પુરુષ ટીમને લડાયક મેચમાં 2-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
- મહિલા ટીમને પ્રો લીગ મેચના બીજા તબક્કામાં યજમાન બેલ્જિયમ સામે 0-5 થી હારનો સામનો કરવો પડ્યો હતો
- મહિલા ટીમની મેચમાં બીજી મિનિટથી જ યજમાન ટીમે આક્રમણ શરૂ કર્યું હતું.
- બેલ્જિયમ માટે બાર્બરા નેલેન, ચાર્લોટ એન્જેલબર્ટ, અબી રે, સ્ટેફની વેન્ડેન બોરી અને એમ્બ્રે બેલેન્ગીને એક-એક ગોલ કર્યા હતા.
- આ પહેલા બેલ્જિયમે શનિવારે ઓપનિંગ લેગ મેચ 2-1થી જીતી હતી.
ભારતના ગોલને અસ્વીકાર કરવામાં આવ્યો
- બેલ્જિયમની મહિલા હોકી ટીમ 5-0 ની લીડ લીધી હોવા છતાં ભારતની મહિલા હોકી ટીમે પોતાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા અને નવનીતે ગોલ કર્યો. પરંતુ તેને નકારવામાં આવ્યો હતો.
- કારણ કે શર્મિલાએ ફાઉલ પર બોલ મેળવ્યા પછી યોગ્ય સ્થાનેથી રમત શરૂ કરી ન હતી.
Not the result we wanted, but we will be back stronger next week!
IND 0:5 BEL#IndiaKaGame #HockeyIndia #FIHProLeague #HockeyAtItsBest #MatchDay @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/B3pSOrmG0t
— Hockey India (@TheHockeyIndia) June 12, 2022
- ત્રીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટોમાં પણ ભારત 2 પેનલ્ટી કોર્નર ચૂકી ગયું હતું.
- ભારતીય મહિલા હોકી ટીમની આગામી મેચ 18 અને 19 જૂને નેધરલેન્ડના રોટરડેમમાં આર્જેન્ટિના સામે થશે.
Abhishek’s goal makes the difference at the end of an exciting half of end-to-end action in Belgium!
Another Half to go??
IND 1:0 BEL #IndiaKaGame #HockeyIndia #FIHProLeague #HockeyAtItsBest #MatchDay @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/rMl7hMMXNg
— Hockey India (@TheHockeyIndia) June 12, 2022
ભારતીય પુરૂષ ટીમ બીજા તબક્કામાંથી ચૂકી ગઈ
- તો ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમને પ્રથમ ચરણમાં હરાવનાર ભારતીય પુરુષ ટીમ બીજા ચરણમાં ચૂકી ગઈ હતી.
- જો કે આખી મેચ દરમિયાન ભારતીય ટીમે ઘણો સંઘર્ષ કર્યો હતો.
- બંને વચ્ચે છેલ્લા સમય સુધી હાઈવોલ્ટેજની લડાઈ ચાલી હતી.
- મેચની છેલ્લી મિનિટોમાં પણ ભારતને હરમનપ્રીતના પાસ પર સ્કોર બરાબર કરવાની તક મળી હતી, પરંતુ ટીમ અહીં ચૂકી ગઈ હતી.
- પ્રથમ ચરણમાં ભારતે ઓલિમ્પિક ચેમ્પિયનને શૂટઆઉટમાં 5-4થી હરાવ્યું હતું.
તમે આ પણ વાંચી શકો છો-
Indonesia Masters 2022 : ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું
તમે આ પણ વાંચી શકો છો-