HomeEntertainmentHollyWood Star :જસ્ટિન બીબર બન્યા RHSનો ભોગ-India News Gujarat

HollyWood Star :જસ્ટિન બીબર બન્યા RHSનો ભોગ-India News Gujarat

Date:

HollyWood Star :જસ્ટિન બીબર બન્યા RHSનો ભોગ-India News Gujarat

HollyWood Star : ‘પીચીસ આઉટ ઈન જ્યોર્જિયા’ના ગાયક અને લોકપ્રિય પોપ આઈકન જસ્ટિન બીબરે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાના ચાહકો સાથે એક દુઃખદ વાત શેર કરી છે. જસ્ટિને પોતે એક ગંભીર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો ભોગ બન્યો હોવાનું જાહેર કર્યું છે. 28 વર્ષીય ગાયકે રામસે હન્ટ સિન્ડ્રોમ (Ramsay Hunt Syndrome)ના કારણે તેમના ચહેરો આંશિક રીતે પેરેલાઈઝ્ડ થયો હોવાનું જણાવ્યું હતું.

વરિસેલા ઝોસ્ટર વાયરસનો ચેપ લાગવાના કારણે આ સિન્ડ્રોમ (RHS) થતો હોય છે

  • વરિસેલા ઝોસ્ટર વાયરસનો ચેપ લાગવાના કારણે આ સિન્ડ્રોમ (RHS) થતો હોય છે જેમાં બાદમાં કાન પાસે કે મોઢામાં કે ચહેરા પર ક્યાંય પણ ખૂબ જ પીડાજનક ફોલ્લીઓ થાય છે.
  • તેના પરિણામે ચહેરો લકવાગ્રસ્ત બની જાય છે. જો ચહેરાની નસોને ખાસ નુકસાન ન થયું હોય તો દર્દી અમુક સપ્તાહમાં સાજો થઈ શકે છે. પરંતુ જો ઘણું નુકસાન થઈ ગયું હોય તો સાજા થવામાં અનેક મહિનાઓ પણ લાગી જતા હોય છે.

શો રદ કરવા માટે આ સિન્ડ્રોમ જવાબદાર

  • જસ્ટિને વીડિયોમાં ટોરન્ટો અને વોશિંગ્ટન ડીસી ખાતેનો શો રદ કરવા માટે આ સિન્ડ્રોમ જવાબદાર હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. આ ઉપરાંત તેણે ચહેરાની એક બાજુમાં કોઈ સંવેદના ન હોવાનું પણ દર્શાવ્યું હતું.

મારી એક આંખ ઝપકી નથી રહી

  • , ‘આ ખૂબ ગંભીર વાત છે જે તમે જોઈ શકો છો. મારી એક આંખ ઝપકી નથી રહી. ચહેરાની આ બાજુ પર હું સ્મિત નથી આપી શકતો.
  • મારૂં આ તરફનું નાક પણ નથી હલી રહ્યું. આમ મારા ચહેરાની આ બાજુ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે. માટે જે લોકો મારા આગામી શો કેન્સલ થવાના કારણે નારાજ હતા. તેમને કહેવા ઈચ્છુ છું કે, શારીરિક રીતે શો કરવા માટે બિલકુલ સક્ષમ નથી.’

ચાહકો તેની સ્થિતિને સમજશે તેવી આશા વ્યક્ત કરી

  • આ ઉપરાંત જસ્ટિને શરીર તેને આરામ કરવા માટે કહી રહ્યું છે તેમ પણ જણાવ્યું હતું અને ચાહકો તેની સ્થિતિને સમજશે તેવી આશા વ્યક્ત કરી હતી. અંતમાં જસ્ટિને કહ્યું હતું કે, તે હાલ આ સમયનો ઉપયોગ ફક્ત આરામ માટે કરશે અને 100 ટકા સાજો થઈને પાછો આવશે તથા જે કામ કરવા માટે તેનો જન્મ થયો છે તે કામ કરશે.
  • ‘બેબી..બેબી..’ ગીત દ્વારા સરહદોના સીમાડા ઓળંગીને લોકપ્રિયતા મેળવનારા જસ્ટિને વીડિયોમાં પોતે સંપૂર્ણપણે સાજો થઈને પાછો આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

 

 

SHARE

Related stories

Latest stories