HomeGujaratIncome tax Department દ્વારા સુરત વડોદરાની બેન્કર્સ હોસ્પિટલ પર દરોડા -India News Gujarat

Income tax Department દ્વારા સુરત વડોદરાની બેન્કર્સ હોસ્પિટલ પર દરોડા -India News Gujarat

Date:

Income tax Department દ્વારા સુરત વડોદરાની બેન્કર્સ હોસ્પિટલ પર દરોડા -India News Gujarat

Income tax Department દ્વારા સુરત અને વડોદરામાં આવેલી બેન્કર્સ હોસ્પિટલમાં સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Income tax Department દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા રાજ્યના ડોક્ટરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કોરોના કાળમાં દર્દીઓને બેફામ પણે લુંટવાનો આરોપ અનેક ખાનગી હોસ્પિટલો પર લાગ્યો હતો. જેના અનુસંધાનમાં જ Income tax Department દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. -India News Gujarat

Income tax Departmentને થોકબંધ દસ્તાવેજો હાથ લાગ્યા–India News Gujarat

Income tax Department દ્વારા સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી બેન્કર્સ હોસ્પિટલ ખાતે સવારથી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વડોદરાના ડોક્ટર દર્શન બેન્કર્સની  વડોદરા ખાતેની બેન્કર્સ હોસ્પિટલમાં પણ Income tax Departmentના અધિકારીઓ તપાસ માટે પહોંચી ગયા હતા. Income tax Departmentના અધિકારીઓને પ્રારંભિક પ્રાથમિક તપાસમાં જ મોટા પાયે બે નંબરી વ્યવહારોને લગતી વિગતો હાથ લાગી હોવાનું કહેવાય છે. હાલમાં સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી બેન્કર્સ હોસ્પિટલ ખાતે આવક વેરા વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. Income tax Departmentના અધિકારીઓને સુરત અને વડોદરાની બેન્કર્સ હોસ્પિટલ ખાતેથી કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, લેપટોપ, હિસાબી ચોપડા સહિતના અન્ય ધંધાકિય વ્યવહારોને લગતી થોકબંધ વિગતો હાથ લાગી છે. ઉપરાંત વડોદરા ખાતે રહેતા ડો. દર્શન બેન્કર્સના નિવાસ સ્થાન ઉપર પણ Income tax Departmentના અધિકારીઓના કાફલાએ ધામા નાંખ્યા છે અને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.-India News Gujarat

Income tax Department દ્વારા શા માટે પાડવામાં આવ્યા દરોડા-India News Gujarat

Income tax Departmentના રડારમાં ડો.દર્શન બેન્કર્સ અને તેની ટીમ ત્યારે આવી હતી જ્યારે તેમના દ્વારા કોરોના કાળ બાદ મોટી બેન્ક લોન ભરપાઇ કરી દેવામાં આવી હતી. મોટી રકમ એક સાથે જમા કરાવી અને ડો.બેન્કર્સ દ્વારા બેન્કનું લેણું પુરૂ કરવામાં આવતા Income tax Departmentના અધિકારીઓ દ્વારા ખણખોદ ચાલુ કરવામાં આવી હતી. તપાસના અંતે કેટલાક ચોંકાવનારા કારણો હાથ લાગતા Income tax Department દ્વારા બુધવારે સવારથી જ વડોદરા અને સુરત ખાતે આવેલી બેન્કર્સ હોસ્પિટલ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-GPCB દ્વારા જાહેર કરાયેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

આપ આ પણ વાંચી શકો છોઃ-Share Market Update:સેન્સેક્સ 568 પોઈન્ટ ગગડ્યો

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories