HomeGujaratMsme માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી જાહેર -India News Gujarat

Msme માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી જાહેર -India News Gujarat

Date:

Msme માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી જાહેર -India News Gujarat

Msme માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા ઇલેકટ્રીસિટી  રૂલ ર૦રર જાહેર કરવામાં આવ્યો છે. આ રૂલ્સ મુજબ ભારતમાં હવે ગ્રીન એનર્જી માટેના એનર્જી બેન્કીંગ તથા ઓપન એકસેસ ચાર્જીસ માટે એકસમાન નીતિ ઘડતર કરવામાં આવી છે. છેલ્લાં ઘણા સમયથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા Msme માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી બનાવવાની માંગણી કરવામાં આવી રહી હતી. ચેમ્બરની માંગણી મુજબ મોટા ભાગના મુદ્દાઓ કેન્દ્ર સરકાર દ્વારા આ નીતિમાં આવરી લેવામાં આવ્યા છે. ઓપન એકસેસ મિકેનિઝમમાં મિનિમમ એક મેગાવોટની કેપેસિટીની જોગવાઇ હતી તેને કાઢીને ૧૦૦ કિલોવોટની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનની અમલવારી ચાર મહિના બાદ ઓપન એકસેસ ચાર્જીસ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ દેશની તમામ રાજ્યોની ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ઉપરોકત નોટિફિકેશનને આધારે પોતાના રાજ્ય માટે ગ્રીન ઓપન એકસેસ માટેના નીતિ નિયમો ઘડવા પડશે. હાલમાં જ ચેમ્બરના પ્રતિનિધીએ નવી દિલ્હી ખાતે એમએસએમઇ મંત્રાલય દ્વારા યોજાયેલી કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને ત્યાં પણ ઉપરોકત તમામ માંગણી ચેમ્બર દ્વારા કેન્દ્રીય Msme મંત્રી નારાયણ રાણે તથા Msme સેક્રેટરી બી. બી. સ્વાઇન સમક્ષ કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્રીય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ તથા કેન્દ્રીય ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને પણ રજૂઆત કરવામાં આવી હતી.-India News Gujarat

Msme ઉદ્યોગકારોને વીજ બિલમાં રાહત થશે- ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી-India News Gujarat

Msme ઉદ્યોગકારોને વીજ બિલમાં રાહત થશે એવુ ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું. ઉદ્યોગકારો છેલ્લાં લાંબા સમયથી નવી નીતિની રાહ જોઇ રહયા હતા ત્યારે તમામ મંત્રીઓ તથા સચિવોના સંયુકત પ્રયાસ બાદ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવી યુનિફોર્મ પોલિસી જાહેર કરવામાં આવી છે ત્યારે Msme ઉદ્યોગકારોને વીજળી દર ઘટાડવામાં રાહત થશે. હવે દેશભરમાં સમાન નીતિ હેઠળ ગ્રીન એનર્જીના પ્રોજેકટ સ્થાપી શકાશે. આથી આ તબકકે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મિનિસ્ટર ઓફ પાવર રાજ કુમાર સિંઘ, કેન્દ્રીય Msme મંત્રી નારાયણ રાણે, કેન્દ્રીય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રીય ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માન્યો હતો.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-GPCB દ્વારા જાહેર કરાયેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

આપ આ પણ વાંચી શકો છોઃ-Global Textile Trade Fair 9થી 11 જૂન સુધી એટલાન્ટામાં યોજાશે

 

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories