HomeGujaratGPCB દ્વારા જાહેર કરાયેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન-India News Gujarat

GPCB દ્વારા જાહેર કરાયેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન-India News Gujarat

Date:

GPCB દ્વારા જાહેર કરાયેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન -India News Gujarat

GPCB દ્વારા જાહેર કરાયેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાના નેજા હેઠળ ચેમ્બરના પ્રતિનિધી મંડળે  અમદાવાદ ખાતે GPCB ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં GPCB દ્વારા રિવાઇઝ કરવામાં આવેલા GPCBના નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. GPCBના નવા સાઇટીંગ ક્રાઇટેરીયા બનાવવા માટે ચેમ્બર દ્વારા ઘણા વખતથી રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવતી હતી. આ અંગે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા ને પણ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી GPCB દ્વારા પરિપત્ર નં. GPCB/પરિપત્ર/એન.એ./આર.જે./1/06/10253, તા. 12/04/2006 માં દર્શાવેલ શરતોને આધિન સાઇટીંગ ક્રાઇટેરીયા પ્રમાણે GPCB દ્વારા CTE/CTO/NOC આપવામાં આવતું હતું.-India News Gujarat

GPCB દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ અભિવાદન કર્યું-India News Gujarat

  GPCB દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ચેમ્બર વતિ અભિવાદન કર્યું હતું. તા. 5 જૂન, 2022 ના રોજ GPCB દ્વારા જાહેર કરેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયા મુજબ ઉપરોકત પરિપત્ર રદ કરવામાં આવ્યો છે તથા હવે પછી એકમોને પ્રદુષણના નિયમ હેઠળ રેડ, ઓરેન્જ કે ગ્રીન જે કેટેગરીમાં આવતા હોય તેના આધારે સાઇટીંગ ક્રાઇટેરીયાના માપદંડો લાગુ પડશે. GPCB દ્વારા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાની કરાયેલી જાહેરાતમાં ચેમ્બર દ્વારા વિવિધ સ્તરે કરવામાં આવેલી માંગણીઓનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો, જેનો લાભ હવે ઉદ્યોગકારોને મળશે. GPCB દ્વારા નવા સાઇટીંગ ક્રાઇટેરીયા નક્કી કરવામાં આવતા તેનો લાભ ગુજરાતના કેમિકલ ઉદ્યોગ સહિત તમામ ઉદ્યોગકારોને મળશે. ખાસ કરીને વોટર જેટ મશીન ચલાવતા વિવર્સ અને ડાઇંગ હાઉસ સંચાલકોને પણ તેનો લાભ મળશે. આવનારા દિવસોમાં આ પોલીસીને કારણે ગુજરાતના ઉદ્યોગનો વિકાસ ઝડપી બનશે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. -India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Global Textile Trade Fair 9થી 11 જૂન સુધી એટલાન્ટામાં યોજાશે

આપ આ પણ વાંચી શકો છોઃ-સુરત-બિલિમોરા વચ્ચે શરૂ થશે પ્રથમ Bullet Train:રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories