Karnataka Hijab Row: ક્લાસમાં હિજાબ પહેરવા બદલ 23 વિદ્યાર્થીનીઓએ કર્યો વિરોધ, હવે કોલેજે સસ્પેન્ડ કરી તમામ ૨૩ વિદ્યાર્થીનીઓ
કર્ણાટકના ઉપિનંગડી ગવર્નમેન્ટ ફર્સ્ટ ગ્રેડ કોલેજ મેનેજમેન્ટે 23 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી છે, જેમણે ગયા અઠવાડિયે વર્ગખંડોમાં હિજાબ પહેરવાની પરવાનગીની માંગણી સાથે વિરોધ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે, છોકરીઓ હિજાબ પહેરીને દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તુર તાલુકાની કોલેજમાં આવી હતી અને માથા પર સ્કાર્ફ પહેરવાની પરવાનગીની માંગ સાથે વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીનીઓએ કર્યો હતો વિરોધ
પુત્તુર બીજેપી ધારાસભ્ય અને કોલેજ ડેવલપમેન્ટ કમિટી (સીડીસી)ના પ્રમુખ સંજીવ માતંદુરે મંગળવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તમામ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી હતી. તે પછી, માથા પર સ્કાર્ફ પહેરવાની પરવાનગીની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે કોલેજના અભ્યાસમાં અવરોધ ઊભો થયો હતો. આ પછી કોલેજ પ્રશાસને સોમવારે તમામને સસ્પેન્ડ કરી દીધા હતા. પેનલે દરેકને સાત દિવસ માટે કોલેજમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય છતાં છોકરીઓ સહમત નથી
આ વર્ષે માર્ચમાં કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા છતાં છોકરીઓ હિજાબ પહેરવાનો આગ્રહ કરી રહી છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે ઈસ્લામમાં માથાનો દુપટ્ટો જરૂરી ધાર્મિક પ્રથા નથી અને દરેક વ્યક્તિએ શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડના નિયમોનું પાલન કરવું જોઈએ.
કોર્ટે કર્ણાટક સરકારના આદેશને યથાવત રાખ્યો હતો
કોર્ટે કર્ણાટક સરકારના શૈક્ષણિક સંસ્થાઓની અંદર શાંતિ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે તેવા કોઈપણ કપડાં પર પ્રતિબંધ મૂકવાના આદેશને પણ માન્ય રાખ્યો હતો.
આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ
આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે