HomeToday Gujarati NewsGovernment Plan: પેરાસિટામોલ સહિતની આ 16 દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે, 'ઓવર...

Government Plan: પેરાસિટામોલ સહિતની આ 16 દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે, ‘ઓવર ધ કાઉન્ટર’ લિસ્ટમાં મુકવાની તૈયારીઓ

Date:

Government Plan: પેરાસિટામોલ સહિતની આ 16 દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે, ‘ઓવર ધ કાઉન્ટર’ લિસ્ટમાં મુકવાની તૈયારીઓ

સરકાર નિયમોમાં ફેરફાર કરીને તાવમાં વપરાતી પેરાસિટામોલ અને સામાન્ય ઉપયોગની 16 અન્ય દવાઓને ઓવર ધ કાઉન્ટર લિસ્ટમાં મૂકવાની તૈયારી કરી રહી છે. એટલે કે આ દવાઓ ખરીદવા માટે હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં પડે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ સંદર્ભે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

આ દવાઓ  છે સૂચિમાં શામેલ

આ સંદર્ભમાં જાહેર કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ 16 દવાઓમાં પેરાસિટામોલ સાથે ડિક્લોફેનાક, નાક બંધ કરવા માટે વપરાતી દવાઓ અને એન્ટિ-એલર્જિક દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમાં એન્ટિસેપ્ટિક અને જંતુનાશક એજન્ટો, જિન્ગિવાઇટિસની સારવાર માટે વપરાતી ક્લોરહેક્ઝાડિન માઉથવોશ, ઉધરસની સારવાર માટે વપરાતી દવા, એન્ટિ-બેક્ટેરિયલ ખીલ ફોર્મ્યુલેશન્સ, એન્ટિ ફંગલ ક્રીમ, એનાલજેસિક ક્રીમ ફોર્મ્યુલેશન અને એન્ટિ-એલર્જી કેપ્સ્યુલ્સનો સમાવેશ થાય છે.

OTC માં જોડાવાના ફાયદા

આરોગ્ય મંત્રાલયે ડ્રગ્સ રેગ્યુલેશન એક્ટ 1945માં સુધારો કરવા માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેથી આ દવાઓને OTCમાં સામેલ કરી શકાય. આ સાથે રિટેલર્સ તેને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકશે. વાસ્તવમાં તેનો હેતુ લોકોની સામાન્ય ઉપયોગની દવાઓની પહોંચ વધારવાનો છે. સૂચિત ફેરફારો આ દવાઓને પ્રિસ્ક્રિપ્શન વિના વેચવાની મંજૂરી આપશે અને લોકો માટે ઍક્સેસ કરવાનું સરળ બનશે.

 

આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ

આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે

SHARE

Related stories

Latest stories