રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ Bullet Train પ્રોજેક્ટનું નિરક્ષણ કર્યું
અમદાવાદ-મુંબઈ Bullet Trainપ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે આજ રોજ સુરતના મહેમાન બનેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરક્ષણ કર્યું હતું. અને બુલેટ પ્રોજેકટ અંર્તગર્ત મહત્વની વાત કહી હતી.
રાજ્યમાંBullet Train કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વર્ષ 2026થી સુરત અને બિલિમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના કામની સમીક્ષા કરવા મુંબઈ પહોંચેલા વૈષ્ણવે કહ્યું કે શરૂઆતમાં તે અહીંથી દોડશે. અને પછી જેમ જેમ ટ્રેક તૈયાર થશે તેમ તેમ ટ્રેન વધશે.-India News Gujarat
- અત્યાર સુધીમાં લગભગ 61 કિમીના થાંભલાનું કામ લગભગ પૂર્ણ થઈ રહ્યું છે.
- 150 કિમી પર એક સાથે કામ ચાલી રહ્યું છે.
- મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ કુલ 508 કિલોમીટરના ટ્રેક અને સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે.
સ્ટેશનોની કુલ સંખ્યા
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં કુલ 12 સ્ટેશન હશે. ગુજરાતમાં 8 અને મહારાષ્ટ્રમાં 4 સ્ટેશન હશે. ગુજરાતમાં સ્થિત સ્ટેશનોમાં વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. જ્યારે મહારાષ્ટ્રમાં સ્થિત સ્ટેશનોમાં મુંબઈ, થાણે, વિરાર અને બોઈસરનો સમાવેશ થાય છે.
ગુજરાત અને દાદરા નગર હવેલીમાં રૂટના બાંધકામ માટે 100 ટકા સિવિલ અને ટ્રેક કોન્ટ્રાક્ટ એટલે કે 352 કિમી ભારતીય કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા છે. ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થતાં 352 કિમીના સંરેખણ સાથે વાયાડક્ટ અને સ્ટેશનો માટે વિવિધ ભાગોમાં પાઈલ્સ, ફાઉન્ડેશન્સ, પિયર્સ, પિઅર કેપ્સ, ગર્ડર્સના કાસ્ટિંગ અને ઈરેક્શનનું કામ શરૂ થયું છે.-India News Gujarat