Box office: ‘સમ્રાટ પૃથ્વીરાજ’એ 23 કરોડની કમાણી,કાર્તિક આર્યનની Movie નો રેકોર્ડ ના તોડી શકી-India News Gujarat
Box office: અક્ષય કુમાર તથા માનુષી છિલ્લરની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂનના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મે બીજા દિવસે 12 કરોડની કમાણી કરી છે. બે દિવસમાં ફિલ્મે 23 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટને આશા છે કે ફર્સ્ટ સન્ડે-મન્ડ દરમિયાન ગ્રોથ જોવા મળશે.
- ટ્રેડ પંડિત તરણ આદર્શે કહ્યું હતું, ‘300 કરોડના મેગા બજેટમાં બનેલી આ ફિલ્મે બીજા દિવસે 12.60 કરોડની કમાણી કરી છે. પહેલાં દિવસે ફિલ્મે 10.70 કરોડ કમાયા હતા. બે દિવસમાં ભારતમાં 23.30 કરોડની કમાણી કરી.
‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ‘વિક્રમ’ ને ‘મેજર’એ આપી ટક્કર
- ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂનના રોજ રિલીઝ થઈ છે. આ જ દિવસ કમલ હાસનની ‘વિક્રમ’ તથા ‘મેજર’ રિલીઝ થઈ છે. ‘વિક્રમ’એ બે દિવસમાં 65.33 કરોડ તથા ‘મેજર’એ 17 કરોડની કમાણી કરી છે.
‘સમ્રાટ પૃથ્વીરાજ’ કાર્તિકની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’થી પાછળ રહી
- ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની રિલીઝથી કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના કલેક્શન પર કોઈ ખાસ ફરક પડ્યો નથી. આ ફિલ્મ 150 કરોડના આંકડાથી થોડેક જ દૂર છે. આ ફિલ્મ 20 મેએ રિલીઝ થઈ હતી.
- કાર્તિક આર્યનની ફિલ્મે પહેલા દિવસે 14.11 કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસે 18.34 કરોડ કમાયા હતા. બે દિવસમાં ફિલ્મ 32.45 કરોડની કમાણી કરી હતી, જ્યારે અક્ષય કુમારની ફિલ્મે 23.30 કરોડની કમાણી કરી હતી.
- 3750 સ્ક્રીન્સમાં રિલીઝ થયેલી ‘પૃથ્વીરાજ’ અક્ષયની ‘બચ્ચન પાંડે’નો રેકોર્ડ પણ તોડી શકી નથી. આ ફિલ્મે ઓપનિંગ ડેમાં 12.5 કરોડની કમાણી કરી હતી.
બોક્સ ઓફિસ પર બેક ટૂ બેક 7 ફિલ્મ ફ્લોપ
- ‘ધાકડ’, ‘જર્સી’, ‘જયેશભાઈ જોરદાર’, ‘રનવે 34’, ‘હીરોપંતી 2’, ‘અનેક’, ‘બચ્ચન પાંડે’ જેવી બોલિવૂડ ફિલ્મ ફ્લોપ રહી છે. તો સામે સાઉથની ફિલ્મ ‘પુષ્પા’, ‘RRR’, ‘KGF 2’ હિટ રહી હતી. હવે જોવાનું એ છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બોક્સ ઓફિસ પર સફળ થાય છે કે નહીં?
- પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે લીડ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર તથા માનવ વિજ પણ છે. ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થઈ છે.