Lifestyle For Environment: PM મોદી આવતીકાલે કરશે નવી શરૂઆત , પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી અપનાવવામાં કરશે મદદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એક પહેલ ‘લાઇફ ગ્લોબલ કૉલ ફોર પેપર્સ’ શરૂ કરશે. આ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે. તેના દ્વારા એકેડેમી, યુનિવર્સિટી અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી સૂચનો લેવામાં આવશે. આના દ્વારા લોકો, સમુદાયો અને સંસ્થાઓને પ્રેરિત અને પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી જીવવા માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી લોકોને સંબોધિત પણ કરશે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
લાઇફ ગ્લોબલ કૉલ ફોર પેપર્સ
ઈવેન્ટ દરમિયાન, બિલ-મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના કો-ચેરમેન બિલ ગેટ્સ, ક્લાઈમેટ ઈકોનોમિસ્ટ લોર્ડ નિકોલસ સ્ટર્ન, ધ નજ થિયરીના લેખક, કાસ સનસ્ટેન, વર્લ્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ-પ્રમુખ અનિરુદ્ધ દાસ ગુપ્તા, UNEP ગ્લોબલ હેડ ઈન્ગર. એન્ડરસન, યુએનડીપીના ગ્લોબલ હેડ અચિમ સ્ટીનર અને વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસ સહિત ઘણા લોકો હાજર રહેશે.
યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ
ગયા વર્ષે ગ્લાસગોમાં 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26) દરમિયાન વડાપ્રધાન દ્વારા ‘LiFE’નો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણ-સભાન જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. તે બુદ્ધિહીન અને વિનાશક વપરાશને ટાળવા અને સાવચેતીપૂર્વક અને ઇરાદાપૂર્વક ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ
આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે