Anusha Dandekar:અનુષા દાંડેકર દીકરી ‘સહારા’ની માતા બની-India News Gujarat
Anusha Dandekar: વીજે અને મોડલ અનુષા દાંડેકરે પોતાના ફેન્સને ખુશખબર આપી છે. અનુષાએ સોશિયલ મીડિયા દ્વારા કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે ન્યૂ બોર્ન બેબી સાથે રમતી જોવા મળી રહી છે. અનુષાએ પોતાની પોસ્ટ દ્વારા જણાવ્યું કે, તે એક નાનકડી પરીની માતા બની ગઈ છે. તેણે પોતાની દીકરીના નામનો ખુલાસો પણ કર્યો છે.
અનુષાએ કેપ્શનમાં લખ્યું
- અનુષાએ દીકરી સાથે ફોટો શેર કરી લખ્યું, “આખરે મારી પાસે મારી નાની દીકરી છે, જેને હું મારી પોતાની કહી શકું છું. હું તમને બધાને મારી એન્જલ ‘સહારા’ સાથે મળાવી રહી છું, જે મારી જીંદગી છે.
- હું તારું સંપૂર્ણ ધ્યાન રાખીશ, તને થોડી બગાડીશ અને હંમેશાં તને દરેક મુશ્કેલીથી પ્રોટેક્ટ કરીશ. મારી બેબી ગર્લ હું તને ઘણો પ્રેમ કરું છું…તારી મમ્મી.”
ફેન્સ અનુષાને શુભેચ્છા પાઠવી રહ્યા છે
- ફેન્સ અને સેલેબ્સ અનુષાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અનુષાની પોસ્ટ પર એક યુઝર્સે લખ્યું, ‘આ સાંભળી ઘણી ખુશી થઈ.’ અન્ય બીજા યુઝરે લખ્યું, ‘એકદમ ક્યુટ છે. તમારી નાની પ્રિન્સેસને પ્રેમ અને આશીર્વાદ.’
કરણ કુંદ્રાની સાથે રિલેશનશિપમાં હતી અનુષા
- અનુષા કરણ કુંદ્રાની સાથે પોતાની લવ લાઈફ અને બ્રેકઅપના કારણે ચર્ચામાં રહી છે. જો કે, ગયા વર્ષે બંનેએ બ્રેકઅપની જાહેરાત કરી દીધી હતી.
- તેમજ અનુષાએ સોશિયલ મીડિયા પોસ્ટથી બંનેના અલગ થવાની હિંટ મળી હતી.