HomeGujaratGSEB HSC Result 2022: રાજ્યમાં સૌથી વધુ ડાંગ જિલ્લાનું પરિણામ

GSEB HSC Result 2022: રાજ્યમાં સૌથી વધુ ડાંગ જિલ્લાનું પરિણામ

Date:

GSEB HSC Result 2022

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Result આજે જાહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષે 86.91 ટકા જેટલું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યુ છે. રાજ્યમાં સૌથી વધારે પરિણામ ડાંગ જિલ્લાનું આવ્યુ છે.

  • ધો-12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા Result
  • રાજ્યમાં સૌથી વધુ ડાંગ જિલ્લાનું Result
  • ડાંગના સુબિર કેન્દ્રનું 100 ટકા Result
  • ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41% પરિણામ જાહેર થયું છે.
  • અમદાવાદ શહેરનું 79.87% પરિણામ આવ્યું છે.
  • જામનગર જિલ્લાનું 89.39% પરિણામ
  •  વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49% પરિણામ જાહેર થયું છે.
  • ડભોઈ કેન્દ્રનું સૌથી ઓછું 56.43% પરિણામ છેઅને માત્ર એક જ શાળાનું પરિણામ 10%થી ઓછું છે.
  • કુલ 1,064 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે.
  • સુબીર, છાપી, અલારસા કેન્દ્રનું પરિણામ 100% જાહેર થયુ છે. વિદ્યાર્થીઓનું 84.67% જ્યારે વિદ્યાર્થીનીઓનું 89.23% પરિણામ આવ્યું છે.

95.41% પરિણામ સાથે ડાંગ જિલ્લો સૌથી આગળ

આ વખતે 95.41% પરિણામ સાથે ડાંગ જિલ્લો સૌથી આગળ છે અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49% પરિણામ આવ્યું છે. સુરત શહેર અને જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 87.52 ટકા આવ્યુ છે. સુરત શહેર જિલ્લામાં કુલ 38551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 643 વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ, 4382 વિદ્યાર્થીએ એ- ટુ ગ્રેડમાં પાસ થયા છે.

દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ તેમનું પરિણામ જાણી શકશે. પરિણામ જાણવા માટે વેબસાઈટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરવાનો રહેશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી 

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટરના માધ્યમથી ધો. 12 સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાની સાથે જ તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ચાલુ વર્ષે આટલું ઉંચુ પરિણામ જાહેર થતા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને તડાકો બોલી જશે એવુ નિષ્ણાંતોનું કહેવુ છે.

તમે આ વાંચી શકો છો: GSEB HSC Result 2022 :સુરતનું 87.52% પરિણામ જાહેર

SHARE

Related stories

Latest stories