Problem is progress જ જીવનમંત્ર : ગોવિંદભાઇ ધોળકિયા -India News Gujarat
Problem is progress એવુ સુરતના હીરા ઉદ્યોગકાર ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ દ્વારા સરસાણા, સુરત ખાતે જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાની સફળ જીવન ગાથા ઉપર ‘DIAMONDS ARE FOREVER, SO ARE MORALS’ વિષય ઉપર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી રામકૃષ્ણ એકસપોર્ટ્સ પ્રા.લિ.ના ફાઉન્ડર અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાએ જુદા–જુદા ક્ષેત્રના ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકોને Problem is progress વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી જીવન અથવા બિઝનેસમાં Problem નહીં આવે ત્યાં સુધી પ્રગતિ થતી નથી. આથી તેમણે Problem is progress જ જીવનમંત્ર બનાવ્યો છે. Problem is progress જ તેમની કંપનીનું સ્લોગન પણ છે અને આ સ્લોગન અનુભવમાંથી નીકળેલું છે. તેઓ જ્યારે વર્ષ ૧૯૬૪ માં સુરત આવ્યા હતા ત્યારે ૧૪ કલાક કામ કરતા હતા. તેમણે ગામ તથા સુરતમાં આવ્યા બાદ કરેલા સંઘર્ષની વાતો ઉદ્યોગકારો સાથે વાગોળી હતી.-India News Gujarat
Problem is progress વિશે તેમણે જણાવ્યું -India News Gujarat
- સંસ્કાર વગરનું શિક્ષણ, ખંત વગરની ખેતી અને સમજણ વગરનું જીવન નકામું
- બુદ્ધીનું વધારે સાંભળશો નહીં. બુદ્ધિનો ઉપયોગ માત્ર વિવેક પૂરતો જ કરવો જોઇએ
- જીવનમાં જે કઇપણ નિર્ણય લેશો તે હૃદયથી લેજો
- પોતે માન મેળવવું હશે તો પહેલા બીજાને માન આપવુ પડશે
- આરોગ્યને સારું રાખવા માટે હાર્ડવર્ક કરવાની જરૂર
- હાર્ડવર્ક કરે એ આનંદિત હોય છે
- સ્ટાફ કર્મચારીઓને કયારેય ઓછા આંકવા નહીં
- સ્ટાફને આવડત પ્રમાણે પગાર આપવો
- બિઝનેસમાં પણ જો સ્પર્ધકથી આગળ નીકળવું હોય તો તેનાથી વધુ ગતિથી અને વધારે મહેનત સાથે કામ કરો
- રૂપિયા સુખ આપે છે એ ભ્રમણા છે, રૂપિયા માત્ર સાધન આપી શકે
- સુખ માત્ર સમજણ જ આપી શકે છે અને સાદગીભર્યા જીવનમાં જ સુખ છે
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટના ચેરમેન તપન જરીવાલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જ્યારે કો–ચેરપર્સન સ્નેહા જરીવાલાએ ગોવિંદભાઇ ધોળકિયાનો પરિચય આપ્યો હતો. અંતે કો–ઓર્ડિનેટર વિશાલ શાહે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Diamond Bourse ના પ્રમોશન માટે આયોજન
આપ આ પણ વાંચી શકો છોઃ-DGVCL ના ઇન્ડસ્ટ્રિયલ સબ ડિવિઝન માં ઈલેકટ્રિક ઈન્ફ્રાસ્ટ્રચરની અછત