Gold Investment Plan: સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? જાણો શ્રેષ્ઠ વિકલ્પ અને લેટેસ્ટ રેટ-India News Gujarat
- Gold Investment Plan: કોમોડિટી એક્સપર્ટના મતે આગામી થોડા વર્ષોમાં સોનું 55 હજારથી 60 હજારની રેન્જમાં પહોંચી શકે છે.
- જો તમે રોકાણ કરવા માંગતા હોય તો હાલનું સ્તર ખરીદવા માટે સારું માનવામાં આવે છે.
- આવી સ્થિતિમાં સોનામાં રોકાણ કરવાથી તમને ફાયદો થઈ શકે છે.
- સોનું(Gold) હંમેશા ભારતીયોની પ્રથમ પસંદગી રહ્યું છે.
- ભારતમાં અન્ય રોકાણ માધ્યમો કરતાં સોનાને હંમેશા સારી સંપત્તિ માનવામાં આવે છે.
- છેલ્લા કેટલાક વર્ષોમાં સોનું વિશ્વભરના રોકાણકારો માટે સલામત રોકાણ તરીકે ઉભરી આવ્યું છે.
- જ્ઞાન વિના સોનામાં રોકાણ ક્યારે? કેટલું? અને કેવી રીતે કરવું? તે પણ મુદ્દો છે.
- સોનામાં રોકાણ કરવા(Gold Investment Plan) માટે પણ ઘણા વિકલ્પો છે.
- આવી સ્થિતિમાં કયો વિકલ્પ અપનાવવો જોઈએ તે નક્કી કરવું મુશ્કેલ બને છે.
- કોમોડિટી એક્સપર્ટના મતે આગામી થોડા વર્ષોમાં સોનું 55 હજારથી 60 હજારની રેન્જમાં પહોંચી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હોય તો હાલનું સ્તર ખરીદવા માટે સારું માનવામાં આવે છે.
- આવી સ્થિતિમાં સોનામાં રોકાણ કરવાથી તમને ફાયદો થઈ શકે છે. સોનું ખરીદવા અથવા રોકાણ કરવા માટે 3 શ્રેષ્ઠ વિકલ્પો છે.
1. ફિઝિકલ ગોલ્ડ
ગ્રાહકો કોઈપણ જ્વેલરી શોપની મુલાકાત લઈને સોનું ખરીદી શકે છે. સોનાની શુદ્ધતા માટે સરકારે હોલમાર્કિંગના નિયમો નક્કી કર્યા છે. દેશના મોટાભાગના લોકો ફિઝિકલ સોનું ખરીદવાનું પસંદ કરે છે. આગામી સમયમાં સારા વળતરની સંભાવના છે. જો કે આ સોનુ રાખવાની મર્યાદા છે.
2. Gold ETF માં રોકાણ
સોનામાં રોકાણ કરવાનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ ગોલ્ડ ઇટીએફ છે. Gold ETF એક એવું રોકાણ છે,જેનો ઉપયોગ ટૂંકા અને લાંબા ગાળા માટે થઈ શકે છે. સોનામાં રોકાણ કરતા ETFમાં કોઈ જોખમ નથી અને સ્ટોરેજની જરૂરિયાત નથી. તે ખૂબ સલામત રોકાણની શ્રેણીમાં પણ આવે છે.
3. સોવરિન ગોલ્ડ બોન્ડ
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. તેથી, તેની સલામતીની ગેરંટી છે. સોવરિન ગોલ્ડ બોન્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પ્રારંભિક રોકાણની રકમ પર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત વ્યાજ દર સાથે આવે છે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે રોકાણકારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
સોનામાં શા માટે રોકાણ કરવું જોઈએ?
સોના પરનું વળતર હંમેશા મોંઘવારીને હરાવવામાં સફળ રહ્યું છે. બીજી બાજુ જો ભવિષ્યમાં કોઈ કટોકટી હોય અને પૈસાની જરૂર હોય તો આ સ્થિતિમાં તમે સોનાના રોકાણ પર આધાર રાખી શકો છો. આ એટલા માટે છે કારણ કે તમે તેને બજારમાં ઝડપથીઅને સરળતાથી વેચી શકો છો.
એક નજર આજના સોનાના ભાવ ઉપર | |
MCX GOLD : 50892.00 +104.00 (0.20%) – 09:39 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedabad | 52528 |
Rajkot | 52548 |
(Source : aaravbullion) |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 51700 |
Mumbai | 51810 |
Delhi | 51810 |
Kolkata | 51810 |
(Source : goodreturns) |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 46492 |
USA | 45664 |
Australia | 45728 |
China | 45724 |
(Source : goldpriceindia) |
તમે આ વાંચી શકો છો-
Gold Hallmarking : સોનાના ખરીદ-વેચાણ માટેના નવા નિયમો 1 જૂનથી લાગુ
તમે આ વાંચી શકો છો-
Safe Investment: શું તમે સલામત રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો?